મોરબી-માળિયા રોડ ઉપર અકસ્માત : અચાનક આવું થયું અને એક જ પરિવારના 13 લોકો બન્યા ભોગ, 5 લોકોના મોત

માતાજીના દર્શન કરીને પરત આવી રહ્યો હતો રઘુવંશી પરિવાર, આવું થયું અને અચાનક જ મોતની ચીસોથી ફફડી ઉઠ્યો માહોલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા અકસ્માતની અંદર કેટલાય લોકોના મોત પણ નિપજતા હોય છે, તો ઘણા એવા અકસ્માત પણ સર્જાય છે જેમાં આખો પરિવાર સફર કરી રહ્યો હોય અને તે દરમિયાન જ તેમને અકસ્માત નડતા આખો જ પરિવાર વેર-વિખેર થઇ જાય છે.

હાલ એવી જ એક ઘટના મોરબી-માળિયા રોડ ઉપરથી સામે આવી છે, જ્યાં એક જ પરિવારના 13 સભ્યોને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ અકસ્માત કારનું ટાયર ફાટતા સર્જાયો હતો, જેમાં પરિવારના ચાર સભ્યો સહિત કુલ 5 લોકોના દુઃખદ મોત થયા છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મૃતકોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાનું પણ જણાવવામાં આવ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર લછના માધાપર ખાતે રથેટ રઘુવંશી પરિવારના સભ્યો કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે ગયા હતા અને ત્યાંથી હસીખુશી ફરીને પરત માધાપર આવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ મોરબીના કટારીયા ખાતે હવનમાં રોકાયા હતા. જ્યાંથી મોરબી પરત આવતા સમયે તેમની કારનું ટાયર ફાટતા જ તે એક અન્ય કાર સાથે અથડાઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતની અંદર રઘુવંશી પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હતા, જયારે અન્ય એક વ્યક્તિનું પણ આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ ઘટના એટલી ભયાનક હતી કે ઘટના સ્થળે મોતની ચીસો પણ સંભળાઈ રહી હતી. અકસ્માતમાં ઇજા પામેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતના સમાચાર મળવાની સાથે જ મોરબી માળીયા ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. તો મુખ્યમંત્રી દ્વારા મૃતકોને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજારની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Niraj Patel