મોરબીમાં સગા બાપે દીકરી સાથે કરી નાખી એવી ગંદી હરકત કે… જાણી કાળ ચઢી જશે

ઘોર કળિયુગ ભાઈ: મોરબીમાં સગા બાપે દીકરીનાં ગંદા ફોટા પાડી બ્લેકમેઇલ કરી આચર્યું દુષ્કર્મ, ભાંડો ફૂટતા જ…

ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ સહિત સગીરાઓ સાથે પણ દુષ્કર્મ અને છેડતીના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર આવા કિસ્સાઓમાં તો સંબંધો પણ તાર તાર થતા હોય છે. ત્યારે હાલમાં મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવો જ એક કિસો સામે આવ્યો, જેમાં એક સગા બાપે તેની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ. છેલ્લા પાંચેક વર્ષથી બાપ તેની દીકરીને પીંખતો રહ્યો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મોરબીના ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં 18 વર્ષની દીકરી સાથે સગો બાપ મારકુટ અને જાનથી મારી નાખવાની ધમકી આપતો અને આ ઉપરાંત સગા બાપે જ દીકરીનાં બિભત્સ ફોટા પાડ્યા હતા અને આને આધારે તે દીકરીને બ્લેકમેઇલ પણ કરતો અને દુષ્કર્મ પણ ગુજારતો. ટંકારા પોલીસ વાન પેટ્રોલિંગ માટે ગામમાં હતી ત્યારે પીડિતા પોલીસ પાસે પહોંચી હતી, અને તેણે પોલિસને કહ્યુ હતુ કે તેને ઘરે નથી રહેવું. તે પોલિસને ત્યાંથી લઈ જવા માટે આજીજી કરી રહી હતી ત્યારે ટંકારા પોલીસે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પીડિતાને ખસેડી હતી.

આ દરમિયાન ભોગ બનનાર પીડિતાએ પોતાની આપવીતી જણાવી ત્યારે પોલિસ પણ સ્તબ્ધ રહી ગઇ. ત્યારે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપી નરાધમ પિતાને ઝડપી પાડ્યો હતો અને એક દિવસનાં રિમાન્ડ પણ મેળવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ટંકારા પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગભરાટ સાથે ડરેલી સહેમેલી 18 વર્ષની યુવતી તેમની પાસે આવી અને કહેવા લાગી કે તેને ઘરે નથી ગમતું અને તેને અહીંથી લઈ જાય. ત્યારે પોલીસે આ મામલે ગંભીરતા દાખલા કરી મોરબી સખી વન સ્ટોપનો સંપર્ક કરી બે દિવસ પહેલા તેને કાઉન્સિલ અર્થે મોકલી હતી.

આ દરમિયાન ગત રોજ સખી સેન્ટરમાંથી ફોન આવ્યો અને તેમણે પોલિસને જણાવ્યુ કે 18 વર્ષની પીડિતાને તેનો સગો બાપ પીંખતો રહ્યો. તે દીકરીના બિભત્સ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી છેલ્લા પાંચેક વર્ષથી દુષ્કર્મ ગુજારતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ પણ કરતો હતો.આ ચોંકાવનારી વિગતો બાદ ટંકારા પોલીસે તાત્કાલિક ભોગ બનનારની હકીકત આધારે આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને આઇપીસી કલમ 376(2)(F)(J)(K)(N), 323, 506(2)તથા પોસ્કો એક્ટ 5(L)(N)(6)મુજબ ગુનો નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી.

Shah Jina