મોરબીમાં યુવકને ભાભી સાથે થઇ ગયો પ્રેમ, ભાઈને કહ્યું, “તારી પત્ની મને ગમે છે, તું એને છોડી દે” એમ કરી ઝઘડો કર્યો પછી છરીના ઘા ઝીંકી દીધા

ભાઇને ભાભી સાથે થયો પ્રેમ: સરફરાજે ભાઇ જોડે કરી નાખ્યો મોટો કાંડ…એવું ભયંકર પગલું ભર્યું કે રાડ ફાટી જશે

સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણી એવી રૂંવાડા ઉભા કરી દેનારી ઘટનાઓ બનતી હોય છે, ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે એક બીજાના જીવ પણ લઇ લેતા હોય છે, આવી જ એક ઘટના હાલ મોરબીમાંથી સામે આવી છે, જેમાં એક ભાઈને તેની કૌટુંબિક ભાભી સાથે પ્રેમ થઇ જતા તેને તેના કૌટુંબિક ભાઈનો જીવ લઇ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં આવેલા લીલાપર રોડ ઉપર સ્મશાનની બાજુમાં રહેતા 25 વર્ષીય ઇમરાનશા ઉમરશા શાહમદાર નામના યુવાનની ગુરુવારે મોડી રાત્રે છરીના ઘા મારીને તેના જ કૌટુંબિક ભાઈ દ્વારા નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી. જે અંગે લીલાપર રોડ ઉપર જ રહેતા મૃતકના મોટાભાઈ જાવિદશા ઉમરશા શાનદારે મોરબીના મકરાણીવાસમાં રહેતા સરફરાજ ફિરોજશા શાહમદાર નામના તેના જ કૌટુંબિક ભાઈની સામે ફરિયાદ નોંધાવી છે. જેના બાદ પોલીસે સરફરાજ ફિરોજશા શાહમદારની ધરપકડ કરી હતી.

મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મૃતક ઇમરાનશા ઉમરશા શાહમદારના પત્ની સાહિદાબેન તેને પસંદ હોય “તારી પત્ની મને પસંદ છે તું એને છોડી દે” તેમ કહીને મૃતક ઈમરાનશા સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન ઇમરાનશા ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. ઇમરાનશા ઉમરશા શાહમદારને છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો.

છરીના ઘા ઝીંકી દેતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. જોકે ઈજાગ્રસ્ત ઇમરાનનું મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવની જાણ થતા મોરબી ડીવાયએસપી, સીટી એ ડીવીઝન, એલસીબી સહિતની ટીમ દોડી ગઈ હતી.

Niraj Patel