રવિવારના દિવસે ફરવા નીકળ્યા હતા સેંકડો લોકો, 7-8 મહિનાની ગર્ભવતી તડપી તડપીને મૃત્યુ પામી

મોરબી પુલ અકસ્માતની આંખો દેખી : 8 મહિનાની ગર્ભવતી તડપીને મરી ગઇ, લોકો કેબલથી પડી રહ્યા હતા અને અમે કંઇ ન કરી શક્યા

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલ કેબલ બ્રિજ 5 દિવસ પહેલા જ સમારકામ બાદ ખુલ્લો મૂકાયો હતો. આને ઝૂલતો પુલ પણ કહેવાય છે અને આ ઝૂલતો પુલ મોરબીની શાન ગણાતો. આ ઐતિહાસિક બ્રિજ પર 30 ઓક્ટોબર રવિવારના રોજ સેંકડો લોકો ફરવા નીકળ્યા હતા. લગભગ 7 મહિના બાદ ખુલેલા આ બ્રિજ પર લોકો સેલ્ફી લઇ રહ્યા હતા. ત્યારે જ તૂટીને આ બ્રિજ નદીમાં સમાઇ ગયો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 141 લોકો મોતને ભેટ્યા છે, જ્યારે 170 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

હજુ પણ રેસ્કયુ ઓપરેશન જારી છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. રિનોવેશનના કામમાં પ્રશાસનની લાપરવાહીને લઇને પણ સવાલ ઉઠી રહ્યા છે.આ દુર્ઘટનામાં ઘણા પરિવારો તો ઘણા પરિવારના લોકો હોમાઇ ગયા છે ત્યારે આ દુર્ઘટના જેણે પોતાની આંખે જોઇ છે તેણે જણાવ્યુ કે, મેં જે કંઇ પણ જોયુ તે હ્રદય કંપાવી દેનારુ હતુ. મેં મારા જીવનમાં આનાથી વધારે ખરાબ ક્યારેય નથી જોયુ. મારી સામે 8 મહિનાની ગર્ભવતી મહિલા તડપી તડપીને મરી ગઇ. લોકો કેબલથી લટકેલા હતા અને નદીમાં પડી રહ્યા હતા. હું કંઇ ન કરી શક્યો.

આ શબ્દ મોરબીના મચ્છુ નદી કિનારે ચા વેચવાવાળાના છે. આ ચાવાળાની જેમ દુર્ઘટનાની વધુ એક આઇવિટનેસ કહે છે કે અકસ્માતને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. મરવાવાળામાં બાળકો પણ હતા. તે રડી રહ્યા હતા, બૂમો પાડી રહ્યા હતા અને અમે કંઇ ન કરી શક્યા. હું પરિવારના લોકોની જેમ તેમને બચાવવાની કોશિશ કરી રહી હતી. મેં લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે મારી ગાડી પણ આપી દીધી પરંતુ મોડુ થઇ ચૂક્યુ હતુ. મોરબી અકસ્માતને 15 કલાક જેટલો સમય થઇ ચૂક્યો છે

પરંતુ નદીમાંથી લાશો મળવાનો સિલસિલો ચાલુ જ છે. આ અકસ્માતમાં માંડ માંડ બચેલા વિજય અનુસાર, જ્યારે તે અને તેનો પરિવાર પુલ પર પહોંચ્યા તો કેટલાક યુવક જાણી જોઇને પુલને જોરજોરથી હલાવી રહ્યા હતા.આનાથી આવાવ-જવાવાળાને ઘણી મુશ્કેલી પડી રહી હતી. એવામાં તેને લાગ્યુ કે આ પુલ પર રોકાવામાં ખતરો થઇ શકે છે, જેને ળઇને તે પરિવાર સાથે આગળ વધ્યા વગર જ પુલથી પાછો આવી ગયો. તેણે જણાવ્યુ કે, આ વિશે પુલના સ્ટાફને પણ જાણકારી આપવામાં આવી હતી પરંતુ તેમણે ધ્યાન ન આપ્યુ.

આ પુલ પર આવવા માટે 15 રૂપિયા ફીસ પણ લાગે છે. એવામાં કહેવામાં આવે છે કે દીવાળી બાદ વીકેંડ પર કમાણીની લાલચમાં આ પુલને ફિટનેસ તપાસ કર્યા વગર જ ખોલી દીધો. આ પુલની ક્ષમતા 100 લોકોની છે અને પ્રત્યદર્શિયો અનુસાર ઘટના સમયે લગભગ 400-500 લોકો પુલ પર હતા. એવામાં પુલ વધારે વજન ન સહન કરી શક્યો અને તૂટી ગયો.

Shah Jina