ખબર

સ્પામાં આવું આવું થતા જ મજૂરી કામ કરતા 18 વર્ષના યુવકે આત્મહત્યા કરી લીધી, ભયાનક મોત મળ્યું

ગુજરાતમાંથી ઘણીવાર નાના બાળકો હોય કે યુવકો કોઇ વાતે માતા-પિતા ઠપકો આપે અને તે લાગી આવતા તેઓ જીવન ટૂંકાવી લેતા હોય છે ત્યારે હાલ આવો જ કિસ્સો મોરબીમાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવકને સ્પાનો ચસ્કો લાગ્યો હતો અને તે અવાર નવાર સ્પામાં જતો હતો જેના કારણે પરિવાજનો સાથે ઘણીવાર માથાકૂટ થતી. જે બાદ તે યુવકે એક માસ ઘરમાં રહી અને પછી ચાલ્યા ગયા બાદ અંતિમ પગલુ ભર્યુ હતુ. જો કે, આ મામલે એ ડિવિઝન પોલિસે તપાસ હાથ ધરી હતી અને ઘટનાનું કારણ જાણવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, મોરબીના વજેપર શેરી નં. 11માં રહેતા અને મજૂરીકામ કરી પોતાનું ગુજરાત ચલાવતો લાલજી જગદીશ પરમાર નામનો 18 વર્ષીય યુવાન બે દિવસ પહેલા સવારે કોઈ પણ કારણસર ઘરેથી ચાલ્યો ગયો હતો. જે બાદ તે સદભાવના હોસ્પિટલ પાસે આવેલ બોય્ઝ હાઈસ્કૂલ નજીક પહોંચ્યો અને પછી તેના મામાને ફોન કર્યો, તેણે ફોન કરી કહ્યુ હતુ કે હું સળગીને આત્મહત્યા કરું છું. આની રીતે યુવકે તેના આપઘાત અંગેની ટેલીફોનિક જાણ કરી હતી જેને પગલે સગાસંબંધીઓ અને પરિવાર જનો દોડી આવ્યા હતા.

આ દરમિયાન લાલજીએ પરિવારજનોને આવતા જોયા અને દૂરથી જ પોતાના પર જ્વલનશીલ પદાર્થ ડીઝલ છાંટી આગ ચાંપી અને આપઘાત કર્યો. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાનને સ્પાનો ચસ્કો લાગ્યો હતો અને તેના કારણે તે આવરનવાર સ્પામાં જતો હતો. જે બાબતે પરિવારજનો સાથે અવાર નવાર માથાકૂટ પણ થતી હતી. જેથી તે એક માસ પોતાના ઘરમાં જ રહ્યા બાદ ઘરેથી ચાલ્યો ગયો હતો અને પછી આવું પગલું ભર્યુ હતુ.

જો કે આ મામલે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. મોરબીની સદભાવના હોસ્પિટલ પાસે આવેલી બોય્ઝ હાઈસ્કૂલના પાછળના ભાગે સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયબ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.