યાત્રાધામ સાળંગપુર હનુમાનજીની મૂર્તિને લઇને જે વિવાદ શરૂ થયો છે તે દિવસેને દિવસે વધી રહ્યો છે. સહજાનંદ સ્વામી સામે હનુમાનજીને હાથ જોડી નમસ્કાર કરતા હોય તેવી મુદ્રામાં દર્શાવવામાં આવ્યા છે અને આને કારણે ભક્તોમાં તેમજ સંતોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અધ્યક્ષ સાળંગપુર મંદિર પહોંચ્યા પણ હતા. કથાકાર મોરારી બાપુએ પણ આ મામલે નેપાળથી મોટું નિવેદન આપ્યું. નેપાળની રાજધાની કાઠમંડુ ખાતે મોરારીબાપુએ કહ્યું કે, દુનિયામાં આજે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા કેવા-કેવા કપટ ચાલી રહ્યા છે.
આ હીન ધર્મ કહેવાય. તેમણે સમાજનેે જાગૃત થવા પણ કહ્યુ હતુ. તેઓ આગળ કહે છે કે લોકો કહે છે બાપુ તમે બોલો, પણ હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ નહોતુુ બોલ્યું. ભીતચિત્રો મામલે વિવાદ વકરતા એક પીળા પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાે આવ્યા હતા પણ બાદમાં તે હટાવી લેવાયુ હતુ.
હનુમાનજીની મૂર્તિ નીતે ભીંતચિત્રો મામલે બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા યોગ્ય નથી અને આ ઘટના નિંદનીય છે. તેમણે આ પ્રકારની મૂર્તિ હટાવી લેવા માંગ કરી હતી.