જે ફિલ્મે દર્શકોની આસ્થા પર પાણી ફેરવ્યું, એવી આદિપુરુષને લઈને મોરારી બાપુએ પણ વ્યાસપીઠ પરથી કહી દીધી આ મોટી વાત, જુઓ
Adipurush Controversy Morari Bapu : હાલ આખા દેશમાં ગત શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરુષનો જબરદસ્ત વિરોધ ચાલી રહ્યો છે. આ ફિલ્મની દર્શકો ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે આ ફિલ્મ 600 કરોડના બજેટમાં બની હતી સાથે જ આ ફિલ્મ રામાયણ સાથે જોડાયેલી હતી, પરંતુ ફિલ્મ જોયા બાદ દર્શકોની આશાઓ પર પાણી ફરી વળ્યું.
ફીમના ડાયલોગ અને VFXને લઈને દર્શકોના મનમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સાથે ઘણા કલાકારોએ પણ આ ફિલ્મનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય કથાકાર અને વર્ષોથી જેઓ વિશ્વભરમાં રામકથા કરે છે એવા પૂજ્ય મોરારી બાપુએ પણ ફિલ્મને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
મોરારી બાપુની કથા હાલ કર્ણ પ્રયાગ, ઉત્તરાખંડમાં ચાલી રહી છે અને આ દરમિયાન તેઓ વ્યાસપીઠ પર બિરાજમાન હતા ત્યારે જ તેમને આદિપુરુષ ફિલ્મ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. મોરારી બાપુએ કહ્યું કે “નવલકથા હોઈ કે ફિલ્મ રામાયણ અને તેના પાત્રો વિષે યોગ્ય બોલાતું નથી, નાટક બનાવો કે ફિલ્મ બનાવો પણ રામાયણનો આધાર તો લો.”
તેમને આગળ એમ પણ કહ્યું કે, “કોઈને ન પૂછો પણ મને પૂછો તો હું કહીશ રામાયણ અને તેના પાત્રોની સત્ય હકીકત.” એટલું જ નહિ મોરારી બાપુએ રામાનંદ સાગરના રામાયણને પણ યાદ કર્યું હતું અને કહ્યું હતું કે, “રામાયણ સિરિયલ બનાવતા પૂર્વે રામાનંદ સાગર તલગાજરડા આવ્યા હતા.”