પ્રેમમાં દીવાના આ યુગલે વર્દીમાં બધી મર્યાદાઓ વટાવી કર્યું આવું કામ- જાણીને હચમચી જશો

ઉત્તર પ્રદેશના ગજરૌલા  જિલ્લાના સૈદનગલી થાનાની પીઆરવી ટીમમાં હાજર સૈનિક મનોજ કુમારે ગજરૌલા સ્ટેશનમાં હાજર મહિલા સૈનિક મેઘા ચૌધરીની છાતી પર ગોળી મારી અને પછી પોતાના પર ગોળી ચલાવી લીધી.

બંનેને ગંભીર હાલતમાં મુરાદાબાદના સાઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જયાં કેટલાક સમય બાદ મહિલા સૈનિકની મોત થઇ ગઇ. પોલિસ આ ઘટનાને પ્રેમપ્રસંગનુ કારણ માની રહી છે.

જાણકારી અનુસાર ડાયલ 112માં હાજર મનોજ કુમારનો કેટલાક સમયથી મેધા સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. બંને પોલિસકર્મી અલગ અલગ સ્ટેશનમાં ડ્યુટી કરે છે. બંને અવંતિકા નગરના એક ભાડાના મકાનમાં રહે છે. રવિવારે બંને વચ્ચે કોઇ મામૂલી કહાસૂની થઇ ગઇ અને તે બાદ મનોજ કુમારે યુવતિને ગોળી મારી દીધી.

પોલિસે તમંચો કબ્જે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. કેેટલાક સમય બાદ અમરોહાની એસપી સુનીતી પણ મહિલાના રૂમ પર પહોંચી ગઇ, એસપીએ જણાવ્યુ કે, બંને વચ્ચે પ્રેમપ્રસંગની ચર્ચા છે. બંને વર્ષ 2018ની બેચના છે. આ મામલાની ઊંડાઇથી તપાસ જારી છે.

એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, મનોજ કુમારે પહેલા મહિલાને ગોળી મારી અને પછી પોતાને પણ ગોળી મારી દીધી. જો કે, હાલ તો બંનેને હાયર સેંટર રેફર કરવામાં આવ્યા છે, મહિલાની સારવાર દરમિયાન મોત થઇ ગઇ છે.

Shah Jina