દીકરીએ લગ્નના એક દિવસ પહેલા પપ્પાને બનાવ્યા દુલ્હો, વરઘોડો કાઢયો, બગી પર બેસાડી બેંડ બાજાની ધૂન પર ઝૂમ્યા બાપ-દીકરી

‘દીકરી’નો પિતાનો લગ્નના એક દિવસ પહેલા ઢોલ-નગારા સાથે વરઘોડો કાઢયો, આખું ગામ જોતું રહી ગયું, જુઓ

લગ્નમાં તમે દુલ્હાને ઘોડે ચઢી રસ્મ નિભાવતી જોયો હશે, પણ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં મંગળવારના રોજ રાતનો નજારો કંઇક અલગ જોવા મળ્યો. અહીં એક છોકરી દુલ્હો બનીને બગી પર સવાર થઇ હતી અને બેંડ બાજાની ધૂન પર થિરકી હતી. લગભગ 2 કલાક સુધી મુરાદાબાદની હિમગિરી કોલોનીમાં ફેશન ડિઝાઇનર શ્વેતાનો વરઘોડો ચાલ્યો.

મંદિરમાં પૂજા થઇ અને તે બધી રસ્મ નિભાવવામાં આવી જે દુલ્હો નિભાવે છે. આ રીતે આ લગ્ન એક અનોખા બની ગયા.શ્વેતા તેના વરઘોડામાં બગી પર સવાર થઇ નાચી રહી હતી, જેણે પણ આ અનોખો વરઘોડો જોયો તે તો જોતા જ રહી ગયા. મુરાદાબાદના રામ ગંગા વિહાર સ્થિત હિમગિરિ કોલોનીના રહેવાસી રાજેશ શર્માએ તેમની દીકરીના લગ્નના એક દિવસ પહેલા વરઘોડો નીકાળ્યો હતો.

રાજેશ શર્મા બ્રાહ્મણ મહાસભાના પ્રદેશ મહામંત્રી પણ છે. મહિલાઓને સમાનતાના અધિકારનો સંદેશ આપતા તેમણે દીકરી શ્વેતાના લગ્ન પર દીકરાની જેમ તેને ઘોડે ચઢાવી. લગ્નના ઠીક એક દિવસ પહેલા તેમણે જોરોશોરોથી ઢોલ નગારા અને બેંડ બાજા સાથે પોતાની કોલોનીથી જાન નીકાળી. ઠીક એવી જ રીતે જે રીતે દીકરાના લગ્ન દરમિયાન તેની જાન નીકાળવામાં આવે છે.

દીકરીનો વરઘોડો નીકાળવા દરમિયાન રાજેશ શર્મા પણ દીકરી સાથે બગીમાં ખૂબ નાચ્યા હતા. આ દરમિયાન બધા લોકો ઘણા ખુશ જોવા મળી રહ્યા હતા. માથા પર પાઘડી અને સૂટ બૂટમાં શ્વેતાના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળી હતી. રાજેશ શર્માએ કહ્યુ કે, તે દીકરીને દીકરાથી કમ નથી માનતા. તેમણે કહ્યુ કે, હંમેશા લગ્નના અવસર પર છોકરાઓ ઘોડે ચઢે છે પરંતુ તેમણે તેમની દીકરીને ઘોડે ચઢાવી

અને આ તેમણે મહિલાઓને સમાનતાનો અધિકાર આપવાના સંદેશ માટે કર્યુ. જેમાં બધા લોકોએ તેમનો સાથ આપ્યો. તેમનું કહ્વુ છે કે, તેમના આ કાર્યથી દીકરીઓ અને દીકરાઓ વચ્ચે ભેદભાવની માનસિકતા રાખતા લોકોમાં બદલાવ આવશે. દીકરો થાય છે, તો લોકો ખુશીઓ મનાવે છે અને દીકરી થાય છે તો દુખી થઇ જાય છે. તેઓ કહે છે કે,

મેં 27 વર્ષ પહેલા ખુશીઓ નહોતી મનાવી. હવે મને મારી ભૂલનો અહેસાસ થયો છે. છોકરીઓને પણ સમાનતાનો અધિકાર મળવો જોઇએ. દીકરીના લગ્નના અવસર પર ભૂલને સુધારવા દીકરીનો વરઘોડો કાઢ્યો હતો. આનાથી નિશ્ચિત રૂપથી સમાજને પ્રેરણા મળશે. તે પણ દીકરીઓને સમાનતાનો અધિકાર સાથે જીવવાનો અવસર આપશે.

Shah Jina