ગાયની હત્યાના આરોપમાં બજરંગ દળના નેતા સહિત 4ની ધરપકડ, પોલિસને સંભળાવી ફિલ્મી કહાની- આવી રીતે થયો કારસ્તાનીનો ખુલાસો

યુપીના મુરાદાબાદમાં પોલિસે ગૌહત્યાની બે ઘટનાઓને લઇને સનસનીખેજ ખુલાસો કર્યો છે. પોલિસ અનુસાર, આમાં બજરંગ દળના નેતા પણ સામેલ હતા. આ મામલામાં આરોપી નેતા સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે લોકો ફરાર છે જેની શોધમાં પોલિસની ટીમ લાગેલી છે.

આ મામલો 16 જાન્યુઆરીનો છે જ્યારે થાના છજલૈટ વિસ્તારના કાંવડ પથ પર ગોવંશના અવશેષ મળ્યા હતા, આને લઇને ઘણી બવાલ પણ મચી હતી. આના કેટલાક દિવસ બાદ આ રીતની ઘટના થાના છજલૈટમાં બની.28 જાન્યુઆરીએ ચેતરામપુર ગામમાં ગોવંશ પડ્યુ મળ્યુ.

આને લઇને બજરંગદળના કાર્યકર્તાઓએ પોલિસ સ્ટેશનનો ઘેરાવ કરી ખૂબ હંગામો કર્યો હતો. આ બંને ઘટનાઓની સૂચના બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા પોલિસને આપવામાં આવી હતી. કાર્યકર્તાઓએ મામલાનો ખુલાસો ન થવા અને આરોપીઓ સાથે મિલીભગતનો આરોપ લગાવતા પોલિસ સ્ટેશન પર ખૂબ બવાલ મચાવી હતી.

આની આગેવાની બજરંગ દળના નેતા મોનૂ વિશ્નોઇએ કરી હતી. પોલિસ શિદ્દતથી આ કેસને સુલજાવવામાં લાગી હતી. આ દરમિયાન જાણ થઇ કે જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, તે આ ક્રાઇમમાં સામેલ છે. ગત દિવસે પોલિસે બધાને અરેસ્ટ કરી આ કેસનો ખુલાસો કર્યો. આ મામલે જેની ધરપકડ કરવામાં આવી છે તે આરોપી શહાબુદ્દીને કબૂલ્યુ કે તેના ભાઇની કેટલાક લોકોએ હત્યા કરી દીધી હતી.

આ માટે પોતાના વિરોધીઓને ફસાવવા માટે તેણે અને અન્ય આરોપીઓએ મળી એક યોજના બનાવી. કારણ કે કથિત રીતે છજલૈટ થાના પ્રભારીએ તેમની વાત નહોતી સાંભળી અને એટલે તેમના થાના ક્ષેત્રમાં ગૌહત્યાની ઘટનાને અંજામ આપવાનું નક્કી થયુ. શહાબુદ્દીને તેના સાથી નઇમને પૈસા આપી કાંવડ પથ પર ગોવંશના અવશેષ રખાવ્યા. આ ઘટના પછી બજરંગ દળના જિલ્લા પ્રમુખ સુમિત વિશ્નોઇ ઉર્ફે મોનુ, પ્રખંડ અધ્યક્ષ રાજીવ ચૌધરીએ સાથીઓ સાથએ મળઈ છજલૈટ થાના પ્રભારીને હટાવવા માટે કાંઠ તહસીલમાં વિરોધ પ્રદર્શન કર્યુ.

પ્રદર્શન બાદ પણ કાર્યવાહી ન થવા પર આરોપીએ બીજીવાર ઘટનાને અંજામ આપ્યો 28 જાન્યુઆરીના રોજ. બીજા સાથી જમશેદ સાથે મળી ચેતરામપુર ગામના ઘરના બહાર બાંધેલી ગાયને ચોરી કરી અને જંગલમાં જઇ તેની હત્યા કરી દીધી. આ દરમિયાન આરોપી સુમિત ઉર્ફે મોનુ, રાજીવ ચૌધરી અને રમન ચૌધરીએ પૂરી ઘટનાનો વીડિયો બનાવ્યો અને આ પછી પોલિસ અધિકારીઓને ટ્વિટર પર ટેગ કરી કાર્યવાહીની માંગ કરી.

Source: Bhaskar , UPTAK , AajTak

Shah Jina