જ્યોતિષ શાસ્ત્ર

મોરના પીંછાથી અનેક સમસ્યાઓનું જળમૂળથી થાય છે સમાધાન, વાંચો સમગ્ર લેખ

ધન-દૌલત આપે છે મયુરપંખ, આ ઉપાયથી ઘરમાં થશે પૈસાનો ઢગલો, લક્ષ્મીજી પધારશે

મોર, મયુર, પીકોક કેટલા સુંદર નામ છે આ સુંદર પક્ષીના.જેટલું જ સુંદર આ પક્ષી દેખાય છે તેટલા જ સુંદર ફાયદાઓ તેના પીંછાના પણ છે. આપણા દેવી દેવતાઓને આ પક્ષી ખુબ જ પ્રિય છે. પૌરાણિક કાળમાં મહર્ષિઓએ મોરના પીંછાની કલમ બનાવીને મોટા મોટા ગ્રંથો લખ્યા છે.

Image Source

જ્યોતિષશાસ્ત્રમાં મોરના પીંછાનું ખુબ મહત્વ છે. તેને નવગ્રહનું પ્રતીક પણ માનવામાં આવે છે,જેને લીધે તેનાથી કુંડળીના ઘણા દોષ દૂર થવાની સાથે સાથે વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે. એવી માન્યતા છે કે મોરના પીંછા તમારી આસપાસ રહેવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થઇ જાય છે.

આજે અમે તમને જણાવીશું કે મોરના પીંછા કેવી રીતે લાભદાયી છે અને તેનાથી કેવી રીતે જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે.

ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે મોરના પીંછા પર 21 વાર ગ્રહનો મંત્ર બોલીને તેના પર પાણી છાંટી દો અને તેને શ્રેષ્ઠ સ્થાન પર સ્થાપિત કરી દો. જેનાથી તમને લાભ થાશે, અને ગ્રહોની અશુભ સ્થિતિમાં પણ સુધાર આવશે.

Image Source

તમને દરેક સમયે શત્રુનો અહેસાસ થઇ રહ્યો હોય અથવા તો કોઇ શત્રુ તમને નુકસાન પહોંચાડી રહ્યો હોય તો રાત્રે મોરના પીંછા પર તમારા શત્રુનું નામ લખી દો અને ઠાકોરજીના મંદિરમાં આખી રાત મૂકી દો. સવારે ઉઠીને ન્હાયા વગર અને કોઇને કહ્યા વગર આ પીંછાને વહેતા પાણીમાં પધરાવી દો. જો પાણીમાં વહાવી ના શકો તો કોઇ ઝાડ નીચે દબાવી દો. આમ કરવાથી તમારો શત્રુ મિત્ર બની જશે. જે દરેક ડગલે તમારી મદદ કરવા માટે તૈયાર રહેશે. સાથે જ તમારી કુંડળીના દોષને પણ મોરનું પીછું દુર કરી શકે છે

Image Source

કુંડળીમાં કાલ સર્પ દોષ કે પછી બીજા કોઇપણ પ્રકારનો દોષ હોય. મોરનું પીંછું આ તમામ દોષોને દૂર કરી દે છે. કુંડળીના દોષોને દૂર કરવા રાત્રે તમારા તકિયા નીચે સાત મોરનાં પીંછા મૂકી દો. મોરના 11 પીંછાથી બનેલ પંખાને બેડરૂમની પશ્ચિમી દિવાલ પર લગાવો અને પછી દરરોજ એક વખત આ પંખાથી તમારી જાતે જ પવન નાંખો. આમ કરવાથી નસીબ તમને સાથ આપશે.

Image Source

પૈસાની સમસ્યા હોય તો રાત્રે રાધારાણીના મંદિરમાં જઇને ભગવાન કૃષ્ણના મુગટ પર મોરના પીંછાની સ્થાપના કરાવો અને તેની પ્રતિમાની પૂજા કરો. 40 દિવસ બાદ મોરનું પીંછું તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. પછી જુઓ ચમત્કાર, કેવી તમારી તિજોરી ભરાવાની શરૂ થઇ જશે.

સાત મોરના પીંછા લગાવો:
જો પતિ-પત્ની વચ્ચે મનમુટાવ છે અને તેઓને લગાતાર ઝગડો થાય છે તો તેઓના બેડરૂમમાં ઉત્તર દિશામાં દીવાલ પર સાત મોરના પીંછા લગાવો. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે અને તેઓનું વિવાહિત જીવન પણ સુખમય બનશે.

Image Source

બગડેલા કામને યોગ્ય કરે:

ભગવાન કૃષ્ણના મુગટ પર વિદ્યમાન મોરનું પીંછું સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણથી જો ઘરમાં મોરનું પીછું યોગ્ય જગ્યા પર રાખવામાં આવે તો તેનાથી લાભ થાય છે. જો તમને ઘણા સમયથી તમારા કામમાં અડચણ આવી રહી રહી છે તો તમારા રૂમની પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં મોરનું પીંછું રાખો, તેનાથી તમારા કામ પુરા થતા જણાશે.

Image Source

મોરનું પીછું લક્ષ્મીનું પ્રતીક:
મોરના પીંછાને લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે. પોતાના ઘરના પૂજા સ્થાનમાં લક્ષ્મી-ગણેશની મૂર્તિની પાસે એક મોરનું પીછું રાખી દો. રોજ પૂજા કરવાના સમયે પીંછાને સ્પર્શ કરીની દેવી લક્ષ્મીનું ધ્યાન કરો.જલ્દી જ ધન-સંપત્તિના દરવાજા ખુલશે.

પૈસાની તંગીને કરે છે દૂર:
જો તમે તમારા વ્યાપારમાં ઉન્નતિ કરવા માગો છો તો ઓફિસ કે દુકાનમા દક્ષિણ-પૂર્વ દિશામાં મોરના પીંછા લગાવો. શાસ્ત્રોના અનુસાર તેનાથી ઘરની આર્થિક સ્થિતિ ઠીક થવાની સાથે સાથે પૈસાની તંગી પણ દૂર થઇ જાય છે.

Image Source

મુખ્ય દ્વાર પર રાખો પીછું:
વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દ્વાર પર તેનું ખુબ મહત્વ જણાવામાં આવ્યું છે. જેને લીધે હંમેશા ઘરના મુખ્ય દરવાજા પર સફાઈ રાખવાની સાથે જ જો તમે શ્રીગણેશજીની મૂર્તિની સાથે મોરનું પીંછુ રાખશો તો એવી માન્યતા છે કે તેનાથી ઘરના દરેક પ્રકારના વાસ્તુદોષ દૂર થઇ જાય છે.

બાળકોમાં વધે છે એકાગ્રતા:

વિદ્યાર્થીઓના રૂમ કે પુસ્તકોની વચ્ચે મોરના પીંછા રાખવાથી તેઓની સ્મરણ શક્તિ વધી જાય છે અને સાથે જ એકાગ્રતા પણ વધે છે. આ સિવાય શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે મંત્ર જપની માળાને હંમેશા મોરના પીંછાની વચ્ચે રાખવી જોઈએ.

Image Source

શત્રુઓને બનાવી દે છે મિત્ર:
એવી માન્યતા છે કે મોરના પીંછામાં શત્રુઓને પણ મિત્ર બનાવી દેવાની શક્તિ છુપાયેલી છે. માનવામાં આવે છે કે જો તમે મહાબલી હનુમાનના માથા પરથી સિંદૂર લઈને જે વ્યક્તિથી તમને મનમુટાવ હોય, તેનું નામ પીંછા પર લખો. તેના પછી તેને મંદિરમાં આખી રાત રાખ્યા પછી તેને પછીની સવારે પાણીમાં પ્રવાહિત કરી દો. તેનાથી તમને ચોક્કસ લાભ મળશે અને તમારો શત્રુ પણ તમારો મિત્ર બની જાશે.

Image Source

નવગ્રહોની શાંતિ માટે મોરના પીંછાનો પ્રયોગ:
નવગ્રહોની શાંતિ માટે મોરના પીંછાનો પ્રયોગ કરવામાં આવે છે. ઘરના ઉત્તર-પૂર્વી ખૂણામાં મોરના પીંછા રાખવાથી નવગ્રહની પીડા ઓછી થઇ જાય છે. ખરાબ નજરથી બાળકોને બચાવવા માટે બાળકોને મોરપીંછ ચાંદીના તાવીજમાં પહેરાવો. જો તમારું બાળક રડ્યા જ કરે છે અને ખુબ ચિડિયું રહે છે તો પણ મોરના પીંછાથી આ સમસ્યા દૂર થઇ જાય છે. મોરના પીછાને ખુબજ શુકુનવંતુ માનવામાં આવે છે અને સાથે જ તમારી અનેક સમસ્યાઓનું પણ સમાધાન કરી શકે છે.