સિદ્ધૂ મૂસેવાલાના પિતાનું મોટુ એલાન, ગોલ્ડી બરારના પકડાવા પર જમીન વેચી આપીશ 2 કરોડ

“પૈસા ન હોય તો ખેતર વેચી આપીશ 2 કરોડ” મૂસેવાલાના પિતાનું મોટુ એલાન, મૂસેવાલાના હત્યારા ગોલ્ડી બરારના પકડાવા પર 2 કરોડનું ઇનામ ઘોષિત કરે સરકાર

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બરારની ધરપકડ અત્યાર સુધી થઇ શકી નથી. એવામાં સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે ગુરુવારના રોજ કેન્દ્ર સરકારને માંગ કરી છે કે તેમના દીકરાની હત્યાના ષડયંત્રકારીની ધરપકડમાં મદદ કરનારની કોઇ સૂચના આપનાપને બે કરોડ રૂપિયાના ઇનામની ઘોષણા કરવામાં આવે. બલકૌર સિંહે કહ્યુ કે, જો સરકાર વધારે રકમ આપવામાં અસમર્થ છે તો તે પોતાના ખિસ્સામાંથી ઇનામ આપવા પણ તૈયાર છે.

તેમણે કહ્યુ કે, હું વાયદો કરુ છુ કે જો સરકાર આટલી રાશી નથી આપી શકતી તો હું મારા ખિસ્સામાંથી પૈસા આપીશ, ભલે મને મારી જમીન વેચવી પડે. અમૃતસરમાં એક કાર્યક્રમમાં બોલતા બલકૌર સિંહે ઓસ્ટ્રેલિયાઇ પોલિસનું એક ઉદાહરણ પણ આપ્યુ, જેણે ચાર વર્ષ પહેલા એક મહિલાની હત્યા કરી દીધી અને તે બાદ તે ત્યાંથી ભાગી ભારત આવી ગયો હતો, એવા ભારતીય મૂળના એક નાગરિકની ધરપકડ માટે એક મિલિયન ડોલર ઓસ્ટ્રેલિયાઇ ડોલરના ઇનામની ઘોષણા કરી હતી.

બલકૌર સિંહે માંગ કરી છે કે બરારને ભારત લાવવામા આવે કારણ કે તે તેના અપરાધો માટે અહીં કાનૂનો સામનો કરે. જણાવી દઇએ કે, સિદ્ધુ મુસેવાલા તરીકે જાણીતા શુભદીપ સિંહ સિદ્ધુની પંજાબના માનસા જિલ્લામાં 29 મેના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બરારે આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. મુસેવાલાના પિતાએ દાવો કર્યો હતો કે સિદ્ધુ મુસેવાલા ઈન્કમ ટેક્સ તરીકે 2 કરોડ રૂપિયા ચૂકવતા હતા.

તેમણે કહ્યુ કે, કેન્દ્ર સરકારને અનુરોધ કરુ છુ કે ગોલ્ડી બરાર વિશે કોઇ માહિતી આપનારને ઇનામની ઘોષણા કરવામાં આવે જેનાથી ગેંગસ્ટરની ધરપકડ થઇ શકે. સિંહે કહ્યું કે તમે બે કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કેમ નથી કરતા. જો કોઈ તેને (ગોલ્ડી બરારને) પકડવામાં મદદ કરે તો આ ઈનામની રકમ આપી શકાય. તેમણે કહ્યું કે હું વચન આપું છું કે જો સરાકર આટલા પૈસા નહીં આપી શકે તો ભલે મારી જમીન વેચવી પડે તો પણ હું મારા ખિસ્સામાંથી ચૂકવીશ.

Shah Jina