ખબર મનોરંજન

પંજાબમાં ફેમસ સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં આરોપીએ કર્યા મોટા ખુલાસા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં હાઇકોર્ટના સિટિંગ જજ પાસે તપાસ કરાવવાની પરિવારજનોની માંગ સ્વીકારી લીધી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ મૂસેવાલાની સુરક્ષામાં કટૌતી કરવાના મામલે ડીજીપી પાસે સ્પષ્ટીકરણ પણ માંગ્યુ છે. પંજાબના મશહૂર સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં તેના પિતા બલકૌર સિંહે મુખ્યમંત્રી ભગવંત માનને લઇને એક પત્ર લખી મામલાની તપાસ હાઇકોર્ટના સિટિંગ જજથી કરાવવાની માંગ કરી હતી.

મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યુ કે, પંજાબ સરકાર પંજાબ અને હરિયાણા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને અનુરોધ કરશે કે મામલાની તપાસ ઉચ્ચ ન્યાયાલયના મૌજૂદા ન્યાયાધીશ પાસે કરાવે.બલકૌર સિંહે તેમના પુત્રની હત્યાને ગેંગવોર સાથે જોડવા બદલ પંજાબ ડીજીપી પાસેથી જાહેરમાં માફી માંગવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે તેમના પુત્રની હત્યાને ગેંગ વોર સાથે જોડવી ખોટી છે. પોતાના પત્રમાં સિદ્ધુ મુસેવાલાના પિતાએ લખ્યું છે કે રાજ્ય સરકારની નિષ્ફળતાને કારણે મારો પુત્ર આ દુનિયાને કાયમ માટે છોડી ગયો છે.

સિદ્ધુની માતા પૂછી રહી છે કે તેનો પુત્ર ક્યાં છે અને ક્યારે આવશે, હું શું જવાબ આપું? સિદ્ધુ મુસેવાલાના પિતાએ મુખ્યમંત્રી ભગવંત માનને લખેલા પત્રમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં સીબીઆઈ અને એનઆઈએની ભૂમિકા પણ સુનિશ્ચિત કરવાની માંગણી કરી છે. આ સિવાય સિદ્ધુ મુસેવાલાની સુરક્ષાની સમીક્ષા કરનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. બલકૌર સિંહે પોતાના પુત્રની સુરક્ષા સાથે જોડાયેલા સમાચાર લીક થવાને લઈને પોલીસ પ્રશાસન પર પણ સવાલો ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું કે સિદ્ધુની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ આ યાદી મીડિયામાં સામે આવી છે. હવે તેની હત્યા કરવામાં આવી છે. તેમણે પોતાના એક નિવેદનમાં એમ પણ કહ્યું છે કે તેમના પુત્રની કેટલાક દિવસોથી રેકી કરવામાં આવી રહી હતી. બલકૌર સિંહના નિવેદન પર માનસા સદર પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિત 9 કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે.શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મુસેવાલાના પિતાએ પોલીસ સમક્ષ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઘણા ગુંડાઓ તેમના પુત્રને ખંડણી માટે ફોન પર ધમકીઓ આપતા હતા. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેને ઘણી વખત ધમકીઓ પણ મોકલી હતી.

તમને જણાવી દઈએ કે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની 29 મેના રોજ માનસામાં દિવસે દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કસ્ટડીમાં હાજર એક બદમાશે પૂછપરછમાં મોટો દાવો કર્યો છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ શાહરૂખે સ્પેશિયલ સેલને જણાવ્યું કે સિદ્ધુ મુસેવાલાને મારવાનું કામ એટલે કે તેને મારવાની સોપારી ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈએ આપી હતી.તેણે અગાઉ પણ સિદ્ધુને મારવાની કોશિશ કરી હતી પરંતુ પછી તે સુરક્ષાકર્મીઓને જોઈને પાછો ફર્યો હતો. શાહરૂખ આ હત્યામાં સામેલ ન હતો કારણ કે તે પહેલા દિલ્હી પોલીસે અન્ય કોઈ કેસમાં તેની ધરપકડ કરી હતી.

આ પૂછપરછ દરમિયાન શાહરૂખે પંજાબમાં આ મોટા ષડયંત્રની વાત કરી હતી.તેણે એ પણ કબૂલાત કરી કે તેને સિદ્ધુની હત્યાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ પછી પર્યાપ્ત હથિયારોના અભાવે તે પાછો ફર્યો. શાહરૂખનો દાવો છે કે તેના સહયોગીઓએ આ હત્યાને અંજામ આપ્યો છે.પૂછપરછમાં શાહરૂખે કુલ 8 નામ આપ્યા છે, જેમાં ગોલ્ડી બરાર, લોરેન્સ બિશ્નોઈ, સચિન (મનકીરત ઔલખના મેનેજર), જગ્મુ ભગવાનપુરિયા, અમિત કાજલા, સોનુ કાજલ અને બિટ્ટુ (બંને હરિયાણાના), સતેન્દર કાલા (ફરીદાબાદ સેક્ટર 8), અજય ગિલ છે. આ બધા પર તેણે હત્યારાઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.

તેમાં પંજાબી સિંગર મનકીરત ઔલખના મેનેજરનું નામ પણ સામેલ છે. શાહરૂખે જણાવ્યું હતું કે તે ભોલા (હિસારનો રહેવાસી) અને સોનુ કાજલ (નરનૌંદ, હરિયાણા) સાથે મૂઝવાલા ગામમાં ગયો હતો. પરંતુ જ્યારે તેણે 4 PSO ને AK-47 સાથે ત્યાં તૈનાત જોયા તો તેણે હત્યાનો પ્લાન પડતો મૂક્યો. ત્યારબાદ ગોલ્ડીએ તેને સિદ્ધુને મારવા માટે UZI હથિયારો આપ્યા. ત્યારબાદ શાહરુખે હત્યાને અંજામ આપવા માટે AK-47 અને બિયર સ્પ્રેની માંગણી કરી હતી.ત્યારબાદ કોઈ કારણસર શાહરુખ આ કામથી અલગ થઈ ગયો હતો. હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિદ્ધુની હત્યામાં એ જ બોલેરો કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ ભોલા અને સોનુએ રેકી દરમિયાન કર્યો હતો. શાહરૂખ ગોલ્ડી સાથે સિગ્નલ એપ દ્વારા વાત કરતો હતો. તેનો ફોન હાલમાં સ્પેશિયલ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. તેમાંથી વધુ માહિતી બહાર આવી શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્જ બિશ્નોઈ તિહાર જેલમાં પણ ફોનનો ઉપયોગ કરે છે.