લેખકની કલમે

આજે પણ રોજ જીવલી એક બટકું રોટલો મોતીયા માટે બનાવે ને કોદર પણ રોજ તે કુવા જોડે કીડીઓના દર પુરે… – વાંચો વાર્તા મૂંગા દિકરા

ત્ર્યંબકેશ્વર મહાદેવનું મંદિર જેની અડોઅડ એક ખોબા જેવડું તળાવ હતું. તળાવની ઉગમણી દિશાએ, તળાવનો ઢાળ ઉતરતા જ એક ખેતર હતું. આ ખેતરમાં એક તૂટેલું માટીનું કાચું મકાન હતું. દેશી નળિયાં પણ છત ઉપર જાજા ન હતા.

અડધું મકાન તો બાજુમાં ઉભી લીમડી ઢાંકતી હતી. ક્યાંક ક્યાંક ભીતમાં પણ કાણાં પડેલાં હતા, પણ એણે બુરવાની તસ્તી લેવાતી ન હતી. જ્યાંથી ઠંડો પવન ઝૂંપડીમાં આવતો હતો. ઝૂંપડીમાં થોડોક વાસણ અને ચાર જૂની ગોદડિયો પડી હતી. તૂટેલા બે ખાટલા હતા. જેમાં બેસતાં જ જમીનથી વેંત અધ્ધર શરીર રહેતું હતું.

આ બે વિઘા ખેતરનો મલિક હતો, કોદર !!!!. કોદર તેની માતા જીવલી સાથે તૂટેલું જીવન જીવતો હતો.આખો દા’ડો કોદર તૂટેલા ખાટલામાં ઠાઠથી બેસતો. લીંમડીની નીચે તેની સામે પેલો મોતિયો બેસતો હતો.જાણે કોઈ બાદશાહનો દરબાર ભરાયો હોય, ને પેલો મોતિયો ખેતરની વાત કરતો હોય, અને કોદર તેના જવાબ આપતો હોય.ક્યારેક બન્ને સામ સામે વાતો કરતા હોય તો વચ્ચે વચ્ચે જીવલી બોલી ઉઠતી ” હવે મૂંગો મર”.

આ બોલ બોલતા જ જીવલીને દુઃખ થતું. કેમ કે કોદર પણ મૂંગો હતો.ઘણા તડકા છાયા જોયા ને કેટકેટલાય દેવના ધૂપ કળ્યા પછી તેના ખોળે અજવાળું થયું હતું. પશા ડોકરાનો ખૂબ નવાબી ઠાઠ હતો. પણ ! અક્કલનો છાંટો તેનામાં જરાય ન હતો.બધા તાળી મિત્રો મળ્યા. અને રૂપિયા લઈ ગયા.તો ઘણા જમીન લઈ ગયા.

કોઈએ પાછું વળીને પશા ડોકરા સામે જોયું ન હતું. છુટા હાથે દાન કરતા પશાને એક ટંક ખાવાના ફોફાં પડેલા હતા.

એ દિવસો પણ વૈભવી હતા. જ્યારે કોદર જન્મેલો. બીજા મનખની જેમ કોદર પણ વાતો કરતો ડગલીઓ ભરતો હતો.જીવલીનો તો જીવ હતો, આ કોદર અને પેલો મોતિયો બળદ કોદરના જન્મના ચાર વરસ પછી મોતિયો સિદ્ધપુરના મેળામાંથી લાવ્યા હતા.

Image Source

મોતિયો આખી જિંદગી આ ઘરમાં ખૂબ હાલ્યો હતો.જે થોડીઘણી જમીન બચી હતી. એ પણ મોટિયાના પ્રતાપ હતા. પેલા વાણિયાને ત્યાં ગીરો મુકેલી જમીન એને જ છૂટી કરી હતી.

કોદર અને મોતીયો બન્ને મૂંગા હતા.પણ કોદર હાથના ઈશારા કરીને તેની સાથે વાતો કરતો કે જાણે સર્કસનો બળદ હોય એમ કોડરની વાતો મોતિયો સમજી જતો હતો.આમ તો કોદર બોલતો હતો પણ , નવ વરસનો હતો કે તેના પિતાજી સાથે નદીએ જતા અકસ્માતમાં તેને આવાજ ખોયો હતો.

કોદરને મન તેને અવાજ ખોયો હતો પણ જીવલીએ તો ધણી ખોયો હતો એ અકસ્માતમાં. આ મોતિયો ઘરના દરેક સુખ દુઃખનો સાક્ષી હતો.

આ ઉનાળામાં વાવેતર ઝાઝું હતું નહીં.એટલે બન્ને ભાઈ નવળા હતા. સવારમાં બન્ને ખેતરમાં ઓતાફેરા કરતા ને શેઢે ઉગેલું કુણું ઘાસ મોતિયો ખાઈ લેતો હતો. ક્યારેક કુવામાંથી મોતિયો પાણી ખેંચતો તો થોડી ખેતી થતી. પણ પાણી હવે ઊંડા જતા વાવેતર ઓછા થયા હતા.

એ સમય હતો જ્યારે મોટિયાને સવારે ચાર વાગે કચરિયું ખાવા મળતું હતું. અરે ! દસ વરસનો કોદર પટેલ હતો જ્યારે બાજુના ગામમાં તેના લગ્ન કરેલા હતા. તે દિવસે તો મોતિયાને વેલ સાથે શણગારેલો. આજે પણ તેના ગળામા ઘૂઘરા બાંધેલા હતા જ્યારે તે ચાલતો ત્યારે સરસ અવાજ કરતા હતા.

આમ દર અખાત્રીએ મોતીયાને રમજી લગાડીને શણગારતા. તેના ઢીંગડે ચોપડતા તો તેના શરીરે ગોળ ટપકાં કોદર કરતો હતો. જીવલી પણ આજે બટકું રોટલો મોતીયાને રોજ ખવડાવતી હતી.

આજ સોનાનો સૂરજ બધા ગામના ખેડૂતો માટે હતો.આકે અખાત્રી હોવાથી બધા ખેડૂતો સવારે પાંચ વાગે ખેતરમાં ઉપડેલા હતા.ચોઘડિયા પણ સવારના જ હતા.બળદ અને હળને ચાંદલા કરીને બધા ચાલતા જતા હતા. કોદરના ઘરની બાજુમાંથી જતા રસ્તામાંથી બળદના ઘૂઘરાના અવાજ આવતા હતા, કે જીવલી ડોશીએ પોક મૂકીને રડવાનું ચાલુ કળ્યું.

કોદરનું પોતાના ભાઈ સમાન મોતિયા સાથેનું સ્વપ્ન તૂટી ગયું ને સફાળો બેઠો થયો. તેની નજર પોતાની માં ઉપર પડી. રડવાનું કારણ કોદર જાણતો હતો. કોદરની આંખમાં ઓન આશુ આવી ગયા મોતીયાની યાદ આવતા જ.

કોદરે પોતાની માં ને આશ્વાસન આપ્યું અને હળની પૂજા કરવાની તૈયારી કરવા લાગ્યો. જીવલીએ કહ્યું ” નાથાકાકા ને ત્યાથી એક બળદ લેતો આવ.” કોદર પણ માથું હલાવીને બોલ્યો. ” માં તું કહે તો સિદ્ધપુરના મેળેથી એક બળદ લેતો આવું. પણ એની માં કહેતી ” આવો બળદ હવે બીજો નહીં મળે, કોદર !.”

Image Source

કોદર પણ બાજુના ખેતરમાં રહેતા નાથાકાકા ને હાથના ઈશારે કહયું ” કાકા… પૂજા કરવા એક બળદ મને ઓન આપજો”. નાથો પણ કોદરની પરિસ્થિતિ જાણતો હતો. આખરે એ સમયમાં પશા ડોકરાએ મદદ કરી હતી.તે ઋણ તેના માથે હતું.

બળદ ઘરે લાવીને કોદર ખેતરમાં પૂજા કરવા ચાલ્યો. હવે બપોર થતાં જીવલીએ રોજની જેમ કોદરને રોટલો આપ્યો જે રોટલો લઈને તે કૂવા જોડે ગયો. અને કૂવાની આજુબાજુ કીડીઓના દર ઉપર રોટલો ચોરવા લાગ્યો.આજે ફરિવાળ પેલા કૂવામાં કોદરને ડોકિયું કરવાનું મન થયું.

કૂવામાં જોતા કોદરને લાગ્યું કે જાણે મોતિયો બુમો પાડતો હોય કે ” કોદર મને બચાવ “. અને કોદર પણ તેને બચાવવા વલખા મારતો હોય. આજે ફરિવાળ એ દિવસ યાદ આવી ગયો.

જ્યારે કોદર મૂંગો હતો એક વરસ પહેલાં. તે દિવસે કોદરે ખેતરમાં કુવા પાસેના ઝાડ સાથે મોતીયાને બોધેલો.અને તે પાણી જોવા શેઢે ગયેલો.અચાનક સાપ જોતા જ તે ભળકયો ને કૂવામાં ખાબડયો. ધડાક કરતો અવાજ આવતા કોદર કુવા પાસે આવ્યો ને મોતીયાને એકવાર પાણી ઉપર આવતો જોયો.પછી તો મોતિયો કૂવામાં ઉતરી ગયો હતો. ને મોતીયાને બચાવવા કોદર પણ બુમો પાડવા લાગ્યો ને એ અકસ્માતમાં ફરિવાળ તેનો અવાજ પાછો આવ્યો હતો.

માટે જ તો જીવલી કહેતી હતી કે મોતિયા જેવો બીજો બળદ હવે તો ના જ મળે. એક કોદર જ જાણતો હતો કે એ દિવસે પાણીમાં તણાઈ જતા એના બાપનો જીવ ગયેલો જેના કારણે તેનો અવાજ ચાલ્યો ગયો. જ્યારે મોતીયાને કૂવામાં જોયો ત્યારે તેમાં તેને પશો ડોકરો દેખાતો હતો. જે અવાજ આપતો ગયો.

આજે પણ રોજ જીવલી એક બટકું રોટલો મોતીયા માટે બનાવે ને કોદર પણ રોજ તે કુવા જોડે કીડીઓના દર પુરે….

આ વાર્તા પરમ મિત્ર સ્વ. કોદર પટેલ ને અર્પણ. મારા મિત્ર ને શત શત નમન…..🙏🙏😭

Author: મયંક પટેલ – વદરાડ GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks