હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. ઘરે રહીને સૌ અવનવી વાનગી બનાવતા હોય છે. આપણે સામાન્ય રીતે ચણાના લોટના ઢોકળા બનવતા હોય છે. પરંતુ આજે અમે તમને મગની દાળના ઢોકળા બનાવતા શીખવીશું. મગની દાળના ઢોકળા એક એવી પારંપરિક વાનગી છે. જેનો સ્વાદથી અનેરો હોય છે.

આવો જાણીએ મગની દાળના ઢોકળાની રીત:
સામગ્રી
- પલાળેલી મગની દાળ: 1 કપ
- લીલા મરચાં: 6
- ચણાનો લોટ: 2 ટેબલસ્પૂન
- તેલ: 2 ટેબલસ્પૂન
- મીઠું: સ્વાદાનુસાર
- સાકર: 3 ટીસ્પૂન
- હીંગ: 1 ટી.સ્પૂન
- હળદર: 1 ટીસ્પૂન
- દહીં: 4 ટેબલસ્પૂન
- ખાવાની સોડા: 3 ટી.સ્પૂન

રીત:
સૌ પ્રથમ 5થી 6 કલાક પલાળેલી મગની દાળને લીલા મરચાની સાથે થોડું પાણી નાખીને મિક્સરમાં પીસી લો.
આ બાદ આ પેસ્ટમાં મીઠું, સાકર, ચણાનો લોટ, હળદર, હિંગ, તેલ અને દહીંને ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
જયારે ઢોકળા બનાવવાનો સમય હોય ત્યાર તેમાં સોડા નાખીને હલકા હાથે મિક્સ કરો.
આ બાદ થાળીમાં ખીરું પાથરીને 10થી 12 મિનિટ સુધી બાફી લો.
ઢોકળા બફાઈ જાય ત્યારબાદ નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરીને રાઈ અને હિંગ નાખી તેમાં મરચા નાખો.
આ તૈયાર થયેલા વધારને ઢોકળા પર રેડીને સરખી રીતે પાથરી લો. આ બાદ ઢોકળા પર કોથમીર અને નાળિયેરનું ખમણ સરખી રીતે છાંટી લીલી ચટણી સાથે સર્વ કરો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.