રસોઈ

હવે ઘરે બનાવો ખાસ મગદાળની બરફી, ગળ્યું ખાવાના શોખીનો માટે ખાસ રેસિપી, અત્યારે જ ક્લિકને વાંચી લો

“ગળ્યું એટલું ગળ્યું, બાકી બીજી બધું બળ્યું” આ કહેવત આપણે ગુજરાતીઓ ખાસ માનીએ છીએ અને એટલે જ આપણને ગળ્યું ખાવું ખુબ જ ગમતું હોય છે, મોટાભાગના લોકો જમ્યા પછી કોઈ ગળી વસ્તુ ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે બજારની મીઠાઈ કે બીજી કોઈ ગળી વસ્તુ ખાવામાં ભેળસેળ હોવાનો સંદેહ તો દરેકને રહે છે, પરંતુ જો એવી જ કોઈ વસ્તુ ઘરે જ બનાવવામાં આવે તો સારા સ્વાસ્થ્ય સાથે સારો ચટાકો પણ મળી રહે.

Image Source

એટલા માટે જ અમે તમારા માટે ખાસ આજે મગદાળની બરફી બનવવાની રેસિપી લઈને આવ્યા છે, જે તમારા સ્વાદને વધારે ટેસ્ટી બનાવવામાં ફાયદા કારક રહેશે, તો નોંધી લો રેસિપી.

મગદાળની બરફી બનવવા માટેની સામગ્રી

 •  એક કપ મગની દાળ
 • એક કપ દૂધ
 • એક કપ ખાંડ
 • ત્રણ ચપટી જેટલી વાટેલી ઈલાયચી
 • એક નાની ચમચી કેસર
 • અડધી મુઠ્ઠી શેકેલી બદામ
 • એક કપ ઘી
 • પાણી જરૂરત પ્રમાણે
Image Source

મગદાળની બરફી બનવવા માટેની રીત

 • સૌથી પહેલા મગની દાળને પાંચ છ કલાક પહેલા પલાળી લેવી
 • પલાળેલી દાળને હાથથી મસળી તેના છોડા બરાબર કાઢી લેવા
 • ત્યારબાદ દાળને મિક્સરમાં પીસી અને તેની પેસ્ટ બનાવી લેવી
 • કેસરને બે ચમચી ગરમ દૂધની અંદર પલાળી લેવું
 • ધીમા તાપ ઉપર કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી દેવું
 • ઘી ગરમ થઈ ગયા બાદ મગની દાળની પેસ્ટ તેમાં નાખી ધીમા તાપ ઉપર જ તેને શેકાવવા દેવી. 15 થી 20 મિનિટ સુધી તેને સારી રીતે શેકતા રહેવું.
 • હવે દાળની અંદર દૂધ, ખાંડ અને પાણી નાખીને તેને ત્યાં સુધી બરાબર હલાવતા રહેવું જ્યાં સુધી તેમાં ખાંડ બરાબર ના ઓગાળી જાય.
 • જયારે દાળ ચિકાસ છોડવા લાગે ત્યારે તેની અંદર કેસરવાળું દૂધ ઉમેરી તેને ધીમી તાપ ઉપર શેકતું રહેવું જ્યાં સુધી દાળ બીજીવાર ચિકાસ ના છોડવા લાગે.
 • હવે તેની અંદર વાટેલી ઈલાયચી અને બદામ નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દેવો.
 • તૈયાર થઇ ગયેલા મિશ્રણને એક  થાળીની અંદર કાઢી લેવો, પરંતુ એ થાળીમાં  થાળી ઉપર થોડું ઘી લગાવી તેને ચીકણી કરી લેવી.
 • થાળીની અંદર બરફી બરાબર પથરાઈ ગયા બાદ તેને માપસર બરફી આકારમાં કાપી લેવી.
Image Source

તમારી બરફી હવે તૈયાર થઇ ગઈ છે, તમે ગમે ત્યારે તેને ખાઈ શકો છો, બજારમાં મળતી બરફી કરતા પણ આ બરફી સ્વાદિષ્ટ અને મિશ્રણ રહિત હશે, જો તમને આ રેસિપી ગમી હોય તો બીજા લોકો સુધી પણ જરૂર પહોંચાડજો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.