દિગ્ગજ નેતા પ્રહલાદ પટેલના જુવાન જોધ ભત્રીજાની લાશ બેડરૂમમાંથી મળી, આ કારણે થયું તેનું મોત, જાણો સમગ્ર મામલો

prahlad patel nephew death : ગુજરાત સમેત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી મોતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનોમાં મોતનું પ્રમાણ વધારે જોવા મળે છે. યુવાનોમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક (heart attack) ના મામલાઓ પણ દેશ માટે ચિંતાનો વિષય બની રહ્યા છે. રોજ કોઈને કોઈ યુવકનું હાર્ટ એટેકેમાં મોત થયું હોવાનું સામે આવતું રહે છે. ત્યારે હાલ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના ભત્રીજાના નિધનની પણ ખબર સામે આવી છે.

મધ્ય પ્રદેશના નરસિંહપુ ભાજપના ધારાસભ્ય જાલમસિંહ પટેલ (BJP MLA Jalam Singh Patel) ના પુત્ર મણિ નાગેન્દ્રસિંહ પટેલ ઉર્ફે મોનુ પટેલનું નિધન થયું છે. જાલમસિંહ પટેલ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ  (central minister Prahlad Patel) ના ભાઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોનુ પટેલનું મોત હાર્ટ એટેકથી થયું છે. આ પછી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેના મૃતદેહને ગોટેગાંવની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. સમર્થકો અને પરિવારજનોની ભીડ જોવા મળી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તેના મોતનું કારણ બહાર આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર 32 વર્ષીય મોનુ પટેલ શ્રીધામ સ્થિત પોતાના ઘરે સૂઈ રહ્યો હતો. મોડે સુધી તે ન જાગતાં પરિવારજનોને શંકા ગઈ હતી. આ પછી પરિવારના સભ્યો કોઈ રીતે દરવાજો ખોલીને રૂમની અંદર ગયા. ત્યારે મોનુ બેડ પર ઊંધો પડ્યો હતો. તેને ઉઠાડવાના ખુબ જ પ્રયત્નો કર્યા પરંતુ મોનુને શરીરમાં કોઈ હલચલ જોવા મળી નહોતી.

જેના બાદ તેને તરત જ ગોટેગાંવ કોમ્યુનિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તબીબે તપાસ કરતાં તેને મૃત જાહેર કર્યો હતો. જો કે મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કેટલાક લોકો કહે છે કે તેનું નિધાન હાર્ટ એટેકથી થયું છે તો ઘણા લોકો બ્રેઈન હેમરેજની વાત કરી રહ્યા છે. હવે પોસ્ટરમોર્ટમ રિપોર્ટ બાદ જ તેના મોતનું સાચું કારણ સામે આવી શકે છે.

ધારાસભ્ય જાલમ સિંહને આ ઘટનાની જાણ થતાં જ ગોટેગાંવ પહોંચી ગયા હતા. ધારાસભ્યના ઘરે સમર્થકો અને સંબંધીઓની ભીડ જામી છે. ધારાસભ્યના પુત્ર મોનુ પટેલ વિસ્તારના રાજકારણમાં ખૂબ સક્રિય હતા. એવું કહેવામાં આવ્યું હતું કે તે તેના પિતાનો વારસો સંભાળશે. તેને થોડા દિવસ પહેલા જબલપુર કોર્ટમાંથી હત્યાના પ્રયાસના કેસમાં રાહત મળી હતી. જાલમસિંહ પટેલ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલના સગા ભાઈ છે.

Niraj Patel