જ્યોતિષ શાસ્ત્ર

માસિક રાશિફળ: એપ્રિલ મહિનો તમારા માટે કેવો રહેશે ? કોનું ભાગ્ય ચમકશે અને કોનું બદલાશે કિસ્મત, જાણો માસિક રાશિફ્ળમાં

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિ માટે એપ્રિલ મહિનામાં આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. વ્યાવસાયિક સમજૂતી હોવા પર શત્રુ ઓછા બનશે. આર્થિક લેણ-દેણ રહ્યા કરશે. આ સમય તમારા માટે સકારાત્મક છે, જે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લઇને આવશે.તમારા માતા-પિતા સાથે તમારા સંબંધ સામાન્ય રહેશે, પરંતુ પિતાની સાથે સંબંધોમાં વઘુ ખટપટ રહ્યા કરશે.તે સાથે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ રહશે. તેના કારણે પણ તમને આર્થિક લાભ થશે. પરિવાર સાથે સતત મતભેદ રહેવાના કારણે તમારા હિતની ઉપેક્ષા થશે, તથા પ્રેમ સંબંધોની મધુરતા ઓછી થતી જણાશે

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિ માટે એપ્રિલ મહિનામાં સામૂહિક ભાગીદારીનો વ્યવસાય શરૂ કરવાથી ફાયદાકારક થઈ શકે છે. શત્રુની બાજુ મજબૂત રહેશે, તેના કારણે આવક ક્ષેત્રમાં અચાનક અવરોધ આવી શકે છે. આ મહિનામાં તમે વેપારી મિલકત ખરીદવા અને વેચવાનો વિચાર કરી શકો છો. આવક વધારવા માટે તમારે યોજનાઓનું કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સમયે મનોબળ પણ ઉચ્ચ છે, તેનો ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન, મિત્રોનો સહયોગ મેળવવા તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમયે સ્વાસ્થ્ય ખૂબ જ ધ્યાન રાખો, ભોજન સંતુલિત કરો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિ માટે એપ્રિલ મહિનામાં આત્મવિશ્વાસ મજબૂત હોવાના કારણે દરેક બાધા દૂર થતી જણાશે. આ સમય શેર બજાર માટે ઉત્તમ નથી. પાર્ટનરશિપના વ્યવસ્યમાં તમને નુકશાન થઇ શકે તેમ છે. આ સમયે ધિરજથી કામ કરો, થોડા સમય બાદ સ્થિતિમા બદલાવ આવશે અને તમારા માટે સમય અનુકુળ બની જશે. તમારા પરિવાર વિરુદ્ધ જઇને તમે પ્રેમી સાથે વિવાહ જેવા કાર્ય કરી શકો છો. આ પ્રકારના નિર્ણય તમારા માટે યોગ્ય છે કે નહીં, તે તમારે જાતે જ વિચારીને નક્કી કરીને નિર્ણય લેવાનો રહેશે. જીવનસાથીના સ્વભાવમાં જીદની સ્થિતિ તમારી ચિંતામાં વધારો કરી શકે છે. તમને માનસિક તણાવ રહેશે તથા તમે કાર્યમાં વ્યસ્ત રહેશો

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિ માટે એપ્રિલ મહિનાની શરુઆતમાં વ્યાવસાયિક કાર્યો પ્રત્યે પોતાનામાં પુરુષાર્થ ભાવનાની જરુરિયાત લાગશે. પરંતુ કાર્યમાં જોશ, ઉત્સાહની ઉણપ ક્યારેય ન આવવા દો. જોખમી કાર્યમાં સંકોચ થઇ શકે છે. પરંતુ મહેનત કરો સફળતા મળશે. આર્થિક સ્થિતિ નબળી બનતી જણાશે. દાંપત્ય જીવન ઉપરાંત અન્ય પરિવારિક ક્ષેત્રમાં મધ્ય સુધી અનુકુળ રહેશે. ત્યાર બાદ તેમાં મતભેદ થવાની શક્યતા છે. માનસિક સુખ-શાંતિ જાળવી રાથવા માટે સ્વયંને યોગ દ્વારા તણાવ મુક્ત રાખવાનો પ્રયત્ન કરો. તેનાથી માનસિક અને શારિરિક સુખ જળવાઇ રહેશે. તથા પોતાને સ્વસ્થ અનુભવશો.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિ માટે એપ્રિલ મહિનામાં સતત પોતાના કાર્યમાં મહેનત કરો. ફાલતુની વાતોમાં ધ્યાન આપીને સમય ન બગાડવો. તમારી જવાબદારીમાં અને કાર્યોમાં વધારો થઇ શકે છે. મહિનાના મધ્ય સુધી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારે જરુર હશે ત્યારે તમારા કોઇ મિત્ર તમને સાથ નહીં આપે.તેથી કોઇની મદદની આશા વિના કાર્ય કરો. પરિવાર સાથે મતભેદ હોય તો વાત કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. જીવનસાથીની સાથે ગ્રહસ્થ જીવનની ખુશીઓ મધ્યમ સ્તરે જળવાઇ રહેશે. તમારો વ્યવહાર વર્તન પરિવાર કે મિત્રો માટે યોગ્ય નથી. તેના કારણે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકોએ આ એપ્રિલ મહિનાની શરૂઆત ખુબ જ લાભકારક રહેશે. તમારે આ સમયમાં પોતાના કામ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરી છે, મહિનાના માધ્ય ભાગમાં કેટલીક મુસીબતો આવી શકે છે. આ મહિનો તમારા માટે રોકાણ કરવા સારો મહિનો છે. પરિવારમાં પણ આ મહિને તમને સારો એવો સાથ મળશે. જીવન સાથી તરફથી તમને આ મહિને પ્રેરણા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આ મહિને લગ્નની વાત કરવા માટે સારો અવસર છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે એરપોલ મહિનાની શરૂઆત થોડી કષ્ટદાયક રહેશે. પરંતુ તમે સતત મહેનતના કારણે મહિનાના અંત સુધીમાં તમારી પરિસ્થિતિને બદલી શકવામાં સક્ષમ રહેશો. કાર્યસ્થળ ઉપર આ મહિને તમારા માથે કામનું વધુ જોખમ રહેવાનું છે, પરંતુ મહિનાના અંત સુધીમાં તમને તેનું પરિણામ પણ જોવા મળશે. વેપાર ધંધા માટે આ મહિનો સામાન્ય રહેવાનો છે. પરણિત લોકોને આ મહિને ગૃહકલેશનો સામનો કરવો પડી શકે છે. આ મહિને પોતાના પાર્ટનર સાથે મતભેદ કરવાથી બચવું. પ્રેમી પંખીડા માટે આ મહિનો સામાન્ય રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):વૃશ્ચિક રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો સામાન્ય રહેવાનો છે. આ દરમિયાન તમારે તમારા કામ પ્રત્યે વધારે ધ્યાન રાખવાની જરૂર છે. તમારા સપના પૂર્ણ કરવા માટે તમારે હજુ વધારે રાહ જોવી પડી શકે છે. આ સમય ધીરજ અને શાંતિથી આગળ વધવાનો છે. તમારા જુસ્સા અને ગુસ્સા બંને ઉપર કાબુ રાખો. આ મહિને તમારી તબિયતને પણ સાચવવી જરૂરી છે. વેપાર ધંધામાં આ મહિને લાભ થઇ શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ મહિનો અનુકૂળ રહેશે. પારિવારિક જીવનમાં આ મહિને પ્રેમ અને હૂંફનો અનુભવ થશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):ધન રાશિના જાતકોએ આ મહિને કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનું આયોજન કરી શકે છે. આ મહિનો તમે તમારા પરિવરની વધારે નજીક અનુભવી શકશો. પરંતુ આ મહિને તમને શત્રુઓનો પણ ખતરો રહી શકે છે. માટે સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે. આ મહિને તમારા ધંધામાં પ્રગતિ થતી જોવા મળશે. નોકરી કરતા લોકો માટે પણ આ મહિનો ખાસ રહેવાનો છે. તમને તમારા કામનું વળતર આ મહિને મળતું જોવા મળશે. પરણિત લોકોના જીવનમાં કોઈ ખુશીના સમાચાર આવશે. પ્રેમી પંખીડાઓ આ મહિને રોમાન્ટિક મૂડમાં જોવા મળશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકો આ મહિને પોતાના ઘરમાં ધાર્મિક ક્રિયાઓ કરાવી શકે છે. જેના કારણે પરિવારનું વાતવરણ પણ ખુશનુમા બની રહેશે. આ મહિને તમારા જીવનમાં કેટલાક મહત્વના પરિવર્તનો આવવાના છે. જે તમારી પ્રગતિમાં પણ લાભ કારક રહેશે. વિદેશ જવા ઇચ્છુક લોકોએ આ મહિને રાહ જોવી પડી શકે છે. પરંતુ તેને લઈને તમને આ મહિને સારા સમાચાર મળશે. આ મહિને તમારી નોકરીમાં તમારું પ્રમોશન થઇ શકે છે. ધંધા સાથે જોડાયેલા લોકો માટે પણ આ મહિનો સારો રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકો માટે એપ્રિલનો મહિનો માનસિક તાણ દૂર કરનારો બની રહેશે. છેલ્લા કેટલાય સમયથી તમે જે ચિતાના કારણે હેરાન થઇ રહ્યા છો તે ચિંતાઓ દૂર થતી જોવા મળશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલા મામલાઓમાં તમને રાહત આ મહિને મળી શકે છે. રોકાણકારોને આ મહિને સારા લાભ પણ પ્રાપ્ત થશે. શેર બજારમાં રોકાણ કરવા માટે પણ આ મહિનો તમારા માટે ખાસ રહેશે. પરણિત લોકોના જીવનમાં આ મહિનો ખાસ બની રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે એપ્રિલનો મહિનો આર્થિક સંકળામણ લઈને આવી શકે છે. આ મહિને તમે નાણાંની શોધમાં ફરતા જોવા મળશો, જેના કારણે તમને તમારી નજીક કોણ કોણ છે તે પણ સમજાઈ જશે. આ સમય દરમિયાન તમને પરિવારનો ભરપૂર સાથ મળશે. તમારું જીવનસાથી તમારી પડખે ઉભેલું જોવા મળશે. મિત્રો દ્વારા તમને થોડી તકલીફ મળી શકે છે. વેપાર ધંધામાં આ મહિનો સામાન્ય રહેશે. નોકરી કરતા લોકો માટે આ મહિનો આંશિક રહેશે.