જ્યોતિષ શાસ્ત્ર

મે મહિનાનું રાશિફળ: જાણો આ મહિને કોના નસીબ ચમકશે અને કોને ધનલાભ થશે…

તમારા માટે મે 2020 કેવું રહેશે? તેવો વિચાર તો તમારા દિલો-દિમાગમાં રહ્યા જ કરતો હશે. તમે વિચારી રહ્યા હશો કે મે મહિનામાં કોઇ ખુશખબર લઇને આવશે કે પછી અત્યારે જેવી સ્થિતિ છે તેવી જ જીદગી ચાલ્યા કરશે.

Image Source

આ પ્રકારના દરેક સવાલોનો જવાબ તમને માસિક રાશિફળ દ્વારા મળશે. વાંચો પોતાની ચંદ્ર રાશિ પર આધારિત આ મહિનાનું રાશિફળ અને જાણો આ મહિનો તમારા ભાગ્ય માટે શું કહે છે?

Image Source

1. મેષ – અ, લ ,ઈ (Aries):

આ રાશિના જાતકોને ફળ સ્વરુપમાં તેમના મનોબળમાં વૃદ્ધિ થશે. મહિનાના આરંભમાં પોતાના લક્ષ્ય પર ઘ્યાન કેન્દ્રિત કરો. વિદેશ યોજનાઓ પર ધન વિનિયોજન ઉચિત નથી. મહિનાના અંતમાં પોતાના અનુભવ અથવા યોગ્યતાની કુશળતાના પ્રયોગ કરવા માટે વિદેશથી ધન લાભની સંભાલનાઓ બની શકે છે. વ્યયોંમાં અનિયમિતતાની સ્થિતિ બની રહેશે
. તમારા સંતાનની શિક્ષામાં ઓછું મન લાગશે, તેના કારણે તમારા સંતોનો પર તમારે વધુ ધ્યાન આપવું પડશે. પરિવાર સાથેના સંબંધોમાં સુધારો થઇ શકે છે. મહિના અંતમાં દુર્ઘટનાઓથી બચવાનો પ્રયત્ન કરો, તે તમારા માટે ઉચિત છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):

પોતાના આત્મવિશ્વાસમાં વધારો થશે. તેની સાથે નિર્ણયો લેવામાં વિલંબ ન થાય તેનું ધ્યાન રાખો. વ્યાવસાયિક ક્ષેત્રો સંબંધિત કોર્ટ કચેરી સાથે જોડાયેલા કાર્યો લાંબા ખેચાઇ શકે છે. લક્ષ્યોની પ્રાપ્તિ કરવા માટે મહેનતમાં ઉણપ ન કરો, તે તમારા માટે અહિતકારી સાબિત થશે. તમારા જીવન સાથી સાથે તમારે વિવાદ થઇ શતે છે.
તે સાથે જીવન સાથીનો તમારા માટેનું વર્તન વધુ કઠોર બનશે. કોઇપણ સંબંધ બાધ્યા બાદ તેને સમય આપો, સામે વાળી વ્યક્તિ સાથે તમે પણ આ સંબંધને નિભાવવાનો પ્રયત્ન અચુક કરશો. સ્વભાવમાં અનુભવાતા વિકાર દૂર થશે, તથા માનસિક શાંતિની અનુભુતિ થશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ માસ આર્થિક સ્ત્રોતથી તમને અધિક લાભ પ્રાપ્ત થશે. તમે આત્મવિશ્વાસ રાખશો તો તમારી દરેક બાધા દુર થશે. અત્યારના સમયે જોખમી કે સાહસિક કાર્યો કરવા તમારા માટે લાભકારી બની શકે છે. પરંતુ શત્રુઓથી સાવધાન રહેવું જરુરી છે. તમને સંતાન અને પરિવાર સુખશાંતિ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. સંતાન દ્વારા તમારા સન્માનમાં કોઇ ઉણપ આવી હશે તો તેની પૂર્તી થશે. અત્યારના સમયે તમારા ક્રોધમાં નિયંત્રણ રાખો. તમારા પ્રેમ સંબંધમાં સ્નેહ સહિયોગની ઉણપ રહેશે, અહંમને સંબંધ નહી આવવા દો તો કષ્ટ ઓછો પડશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. વ્યાવસાયિક સમજૂતી હોવા પર શત્રુ ઓછા બનશે. આર્થિક લેણ-દેણ રહ્યા કરશે. આ સમય તમારા માટે સકારાત્મક છે, જે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લઇને આવશે.તમારા માતા-પિતા સાથે તમારા સંબંધ સામાન્ય રહેશે, પરંતુ પિતાની સાથે સંબંધોમાં વઘુ ખટપટ રહ્યા કરશે.
તે સાથે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ રહશે. તેના કારણે પણ તમને આર્થિક લાભ થશે. પરિવાર સાથે સતત મતભેદ રહેવાના કારણે તમારા હિતની ઉપેક્ષા થશે, તથા પ્રેમ સંબંધોની મધુરતા ઓછી થતી જણાશે.

5. સિંહ – મ, ટ (Lio):

આ મહિનામાં સામૂહિક ભાગીદારીનો વ્યવસાય શરૂ કરવાથી ફાયદાકારક થઈ શકે છે. શત્રુની બાજુ મજબૂત રહેશે, તેના કારણે આવક ક્ષેત્રમાં અચાનક અવરોધ આવી શકે છે. આ મહિનામાં તમે વેપારી મિલકત ખરીદવા અને વેચવાનો વિચાર કરી શકો છો.
આવક વધારવા માટે તમારે યોજનાઓનું કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સમયે મનોબળ પણ ઉચ્ચ છે, તેનો ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન, મિત્રોનો સહયોગ મેળવવા તમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમયે સ્વાસ્થ્ય ખૂબ જ ધ્યાન રાખો, ભોજન સંતુલિત કરો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
તમારો આત્મવિશ્વાસ મજબૂત હોવાના કારણે દરેક બાધા દૂર થતી જણાશે. આ સમય શેર બજાર માટે ઉત્તમ નથી. પાર્ટનરશિપના વ્યવસ્યમાં તમને નુકશાન થઇ શકે તેમ છે. આ સમયે ધિરજથી કામ કરો, થોડા સમય બાદ સ્થિતિમા બદલાવ આવશે અને તમારા માટે સમય અનુકુળ બની જશે.
તમારા પરિવાર વિરુદ્ધ જઇને તમે પ્રેમી સાથે વિવાહ જેવા કાર્ય કરી શકો છો. આ પ્રકારના નિર્ણય તમારા માટે યોગ્ય છે કે નહીં, તે તમારે જાતે જ વિચારીને નક્કી કરીને નિર્ણય લેવાનો રહેશે. જીવનસાથીના સ્વભાવમાં જીદની સ્થિતિ તમારી ચિંતામાં વધારો કરી શકે છે. તમને માનસિક તણાવ રહેશે તથા તમે કાર્યમાં વ્યસ્ત રહેશો.

7. તુલા – ર, ત (Libra):
શરુઆતમાં નોકરીમાં પરિવર્તનનો વિચાર આવશે, પરંતુ આ વિચારને ટાળવાનો પ્રયત્ન કરજો. લાભક્ષેત્રમાં ઉતાર-ચઢાવની સ્થિતિનો સામનો કરવો પડશે. જોખમવાળા ક્ષેત્રમાં પરેશાની વધી શકે છે. કોઇપણ કાર્ય કરતા પહેલા તેનું પૂર્વ આયોજન કરો. ત્યાર બાદ બુદ્ધિ શક્તિથી તેના વિશે વિચારો યોગ્ય લાગે તો જ તે કાર્ય કરો
. તમારા પરિવારમાં કોઇ નવા સભ્યનું આગમન થવાના યોગ બની શકે છે. ઘર સંબંધિત કોઇ જમીનનો ત્યાગ ન કરશો. તમારી માતાનું સ્વાસ્થ્યમાં વધુ કાળજી રાખો. અશુદ્ધ ભોજન ન ખાઓ, તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરશે. કામના કારણે તમે શરીર પર ભારનો અનુભવ થાય તથા આરામ ન મળે. સ્વંયમને રોગી અનુભવશો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
મહિનાની શરુઆતમાં વ્યાવસાયિક કાર્યો પ્રત્યે પોતાનામાં પુરુષાર્થ ભાવનાની જરુરિયાત લાગશે. પરંતુ કાર્યમાં જોશ, ઉત્સાહની ઉણપ ક્યારેય ન આવવા દો. જોખમી કાર્યમાં સંકોચ થઇ શકે છે. પરંતુ મહેનત કરો સફળતા મળશે. આર્થિક સ્થિતિ નબળી બનતી જણાશે.
દાંપત્ય જીવન ઉપરાંત અન્ય પરિવારિક ક્ષેત્રમાં મધ્ય સુધી અનુકુળ રહેશે. ત્યાર બાદ તેમાં મતભેદ થવાની શક્યતા છે. માનસિક સુખ-શાંતિ જાળવી રાથવા માટે સ્વયંને યોગ દ્વારા તણાવ મુક્ત રાખવાનો પ્રયત્ન કરો. તેનાથી માનસિક અને શારિરિક સુખ જળવાઇ રહેશે. તથા પોતાને સ્વસ્થ અનુભવશો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ મહિનામાં સતત પોતાના કાર્યમાં મહેનત કરો. ફાલતુની વાતોમાં ધ્યાન આપીને સમય ન બગાડવો. તમારી જવાબદારીમાં અને કાર્યોમાં વધારો થઇ શકે છે. મહિનાના મધ્ય સુધી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારે જરુર હશે ત્યારે તમારા કોઇ મિત્ર તમને સાથ નહીં આપે.
તેથી કોઇની મદદની આશા વિના કાર્ય કરો. પરિવાર સાથે મતભેદ હોય તો વાત કરીને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. જીવનસાથીની સાથે ગ્રહસ્થ જીવનની ખુશીઓ મધ્યમ સ્તરે જળવાઇ રહેશે. તમારો વ્યવહાર વર્તન પરિવાર કે મિત્રો માટે યોગ્ય નથી. તેના કારણે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
વેપાર ક્ષેત્રમાં પરિવર્તનની સ્થિતિમાં રહેશે. આ મહિનામાં તમારા આર્થિક ક્ષેત્રમાં લાભ મળશે. આ સમયગાળામાં અપાયેલા પૈસા પાછા મળે તેવી સંભાવના છે. મહિનાના મધ્યમાં આત્મવિશ્વાસ ઓછો થવા ન દો, નહીં તો તમારા ફાયદા પર અસર થઈ શકે છે.
તમારું દાંપત્ય જીવન સુખમય બની રહેશે. તે છતા મહિનાના મધ્યમાં જીવનસાથીને સમજાવાની જરુર પડે. તેની ભાવના, વિચારોને તમારે જાતે પણ સમજવા પડશે. સ્વસ્થ્ય માટે આ મહિનાની શરુઆત તમારા માટે અનુકુળ નથી. નિરાશાવાદી થવાથી બચવાનો પ્રયત્ન કરો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ મહિનો નોકરી બદલવા કે સ્થાનાતંર કરવા માટે અનુકુળ નથી. આ સમયમાં તમારે ધિરજ સાથે કોઇપણ કામ કરવાનું રહેશે. આ મહિનામાં સાહસ અને અધિકારના સહયોગથી આર્થિક સ્થિતિને ઘણી હદ સુધી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે.
મહિનાના અંતમા પારિવારિક સમયસ્યાનો અંત આવશે. આ મહિનામાં વ્યાવસાયિક વ્યસ્તતાને કારણે તમે પ્રેમ સંબંધી બાબતોમાં ઓછો સમય પસાર કરી શકશો. દુશ્મન બાજુ પણ તમારી ખુશીઓ ઘટાડવાનો પ્રયાસ કરી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ મહિનામાં તમારી પાર્ટનરશિપમાં સફળતા જ મળશે. કોઇ પણ નિર્ણય ઉતાવળમાં ન લેશો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં તેનો પ્રભાવ પડી શકે છે. આ સમયની અંદર તમે આત્મવિશ્વાસથી કામ લો, તમે દરેક કાર્યમાં સફળ થાશો.
નોકરીમાં બદલાવ થવાની શક્યતા છે. મહિનાનો મધ્ય ભાગ પરિવાર માટે ઉત્તમ રહેશે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે તે સાથે માતાની સાથે વૈચારિક મતભેદ ઉત્પન્ન થવાની સંભાવના રહેશે. નવો સંબંધ કે નવા મિત્ર બનાવવાના યોગ છે. જે ઉત્તમ રહેશે. બધુ સારુ હોવા છંતા માનસિક તણાવ રહેવાની સંભાવના છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.