જ્યોતિષ શાસ્ત્ર

આ 3 રાશિના લોકો જાન્યુઆરીમાં થઇ શકે છે માલામાલ અને ક્યાં રાશિના જાતકોને નુકશાન થઇ શકે છે- જાણો

ગ્રહોની ચાલને આધારે જ તમારી આર્થિક સ્થિતિ નક્કી થાય છે. તેના આધારે લોકોનો ખરાબ અને સારો સમય વિશ જાણી શકાય છે. ગ્રહોની ચાલને પરથી આપણને ખરાબ સમય વિશે પહેલેથી જાણી શકાય અને તેની અસર ઘટાડવાના ઉપાય પણ કરી શકીએ છીએ.

તો ચાલો જાણીએ કે કઈ રાશિઓના જાતકોને લાભ થવાનો છે તો કેટલીક રાશિઓના જાતકોને નુકશાન થવાનું છે.

1. મેષ – અ, લ, ઈ (Aries):  આ રાશિના જાતકો માટે આ મહિનો શુભ રહેવાનો છે. આ રાશિના જાતકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. ખોટા ખર્ચમાં ઘટાડો થશે. આ ઉપરાંત કોઈ આર્થિક લાભ પણ થવાની શક્યતા છે. કોઈ પણ કામ સફળતા પણ મળશે.

2. વૃષભ – બ, વ, ઉ (Taurus): રાશિના જાતકોને આર્થિક તંગી ભોગવવી પડી શકે છે. લોકો સાથે સારા સંબંધ બનાવવો જેથી તકલીફના સમયમાં તેઓ તમારી મદદ કરી શકે. તમને કોઈ પણ કામમાં સફળતા નહીં મળે. બધા કામમાં અવરોધો આવશે. આ રાશિના લોકોએ સારી પરિસ્થિતિ માટે મા લક્ષ્મીના 18 પુત્રોની ઉપાસના કરવાનું શરુ કરવું જોઈએ.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોને પણ આર્થિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. સાથે સાથે તમારા ખર્ચમાં પણ વધારો થશે. ખોટા ખર્ચ કરવાથી બચો અને બીજા લોકો ઉપર આધાર રાખવાનું છોડો.

4. કર્ક – ડ, હ (Cancer):

આ રાશિના જાતકો માટે વેપાર અને નોકરી કરતા લોકો માટે આ મહિના સારો રહેવાનો છે. આ મહિનામાં તમને આર્થિક લાભ થવાની શક્યતા છે. આ મહિનામાં તમને તમારા ઉધાર આપેલા રૂપિયા પાછા આવી શકે છે. કોઈ પણ કામમાં રોકેલા પૈસા પાછા મળી શકે છે.

5. સિંહ – મ, ટ (Lio): આ રાશિના જાતકોને હાથમાં પૈસા ટકી રહેશે. આ મહિનામાં તેમને દેવામાંથી છૂટી મળવાનો યોગ બની રહ્યા છે. આર્થિક સાધનમાં વધારો થવાની શક્યતા છે. કમાવવાના નવી તક પણ મળી શકે છે. મા લક્ષ્મીની ઉપાસના કરવાથી તમારી આર્થિક સ્થિતિને સારી દિશા મળી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ મહિનામાં કન્યા રાશિના લોકોએ ખુબ જ સાવધાની રાખવી જોઈએ. આ રાશિના લોકો ભારે દેવામાં પડી શકે છે. દેવાને કારણે ઘરમાં પૈસાની તંગી આવી શકે છે. મહેનત કરવા છતાં તમને પૂરતું વેતન નહિ મળે. મહેનત સાચી દિશામાં કરો તો જ તેનું પૂરતું ફળ મળશે. ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું ખુબ જ જરૂરી છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આ મહિનો સામાન્ય રહેશે. આ રાશિના જાતકો વધારે ફાયદાની આશા ન રાખવી જોઈએ. તમારા કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું. ખોટી પંચાતમાં સમય બગાડવો નહીં. તમને આર્થિક તંગી નહીં પડે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો માટે સારા સમય આવાનો છે. આ મહિનામાં તેમને રાશિના ધન ભાવમાં બૃહસ્પતિ પ્રવેશ કરી ચુક્યા છે. એવામાં તમે રોકાણ કરવાનું ઇચ્છતાં હોવ તો કરી શકો છે. રોકાણ કરતા સમયે થોડું વિચાર કરજો.

9. ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકોને આ મહિનામાં ધન લાભ થવાની શક્યતા છે પણ ઓછા પ્રમાણમાં થવાનો છે. નોકરી અને ધંધામાં બધું બરાબર જ રહેશે. નાની મોટી તકલીફો આવી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોને આ મહિનામાં શરૂઆતમાં આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ મહિનાના અંતમાં સ્થિતિ થોડી ખરાબ થઇ શકે છે. બીમારી તમને ઘેરી શકે છે. ખોટા ખર્ચ પર પ્રતિબંધ મુકવો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકો માટે આ મહિનામાં ઘર અને અન્ય જગ્યાઓ પર ખર્ચો વધવાની શક્યતા છે. ખુબ જ ખર્ચા થઇ શકે છે. તેમ છતાં અટકેલા પૈસા પાછા મળવાની પુરી સંભાવના છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકો માટે આ મહિનો ખુબ જ શુભ રહેવાનો છે. આ મહિનામાં તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે. દરેક કામમાં સફળતા મળશે. ખોટા ખર્ચા પણ ઓછા થશે. કમાવવાની નવી તક મળી શકે છે. અટકેલા રૂપિયા પાછા આવવાની શક્યતા છે.