ખબર

કોરોનાનો હાહાકાર: દેશના સૌથી નાની ઉંમરના બાળકને ભરખી ગયો કોરોના, બાળકની ઉંમર હતી ફક્ત 45 દિવસ

હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં દરરોજ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. કોરોનાને કારણે મૃત્યુદર પણ વધતો જાય છે. દિલ્લીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને આંખમાં આંસુ આવી જશે.

દિલ્લીના સૌથી નાના દોઢ મહિનાના બાળકનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. આ બાળકનો રિપોર્ટ 1 દિવસ પહેલા જ પોઝિટિવ આવ્યો હતો. 45 દિવસનું આ કોરોના દર્દીનું શનિવારે કોરોનાને કારણે મોત નીપજ્યું હતું.

આ બાળક દિલ્લીની કલાવતી સરન હોસ્પિટલમાં આઈસીયુમાં હતું. એક દિવસ પહેલા જ આ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ હતભાગીના પિતાનો રિપોર્ટ પણ પોઝટિવ આવ્યો છે. તો એમ્સમાં પણ એક નર્સીંગ 20 માસનું બાળક સંક્રમિત થયું છે.

Image Source

હોસ્પિટલમાં દાખલ એક 10 માસનું બાળક પણ કોરોનાની ઝપેટે આવી ગયું છે. આઈસીયુમાં કોરોના સંક્ર્મણ થયા બાદ હોસ્પિટલમાં બંધ કરીને સૅનેટાઇઝ ક કરવાનો વિકેહર કરવામાં આવી રહ્યો છે. અહીં 12 બાલ્કોપૈકિ 7 બાળકો વેન્ટિલેટર પર છે.

જણાવી દઈએ કે, ભારતમાં સૌથી વધુ સંક્રમિત લોકોની સંખ્યા દિલ્લી અને મહારાષ્ટ્રમાં છે. ભારતમાં અત્યાર સુધીમાં 17,615 સંક્રમિત થયા છે. ભારતમાં કોરોનાને કારણે 559 લોકોના મોત નિપજ્યા છે.
જણાવી દઈએ કે, ગુજરાતના જામનગરમાં પણ 14 મહિનાના બાળકનું કોરોનાથી સારવાર દરમિયાન મોત થયું હતું. બાળકના મોટાભાગના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

Image source

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.