ખબર

આ તારીખથી લઇ શકે છે ચોમાસુ વિદાય, ભારતીય મૌસમ વિભાગે કહી મોટી વાત

લ્યો…ઓક્ટોબરમાં આ તારીખે ચોમાસું પરત ફરશે, ‘શાહીન’ મુદ્દે મોટી આગાહી!

દેશના ઘણા રાજયોમાં આ સમયે ભારે વરસાદને કારણે જન-જીવન ઘણુ પ્રભાવિત થયુ છે. અહીં સુધી કે સાયકેલોન શાહીનના આવવાથી સામાન્ય માણસની જેમ મૌસમ વૈજ્ઞાનિકો પણ પરેશાનીમાં છે, તો ત્યાં IMDએ આ બાબતે અપડેટ આપતા કહ્યુ છે કે, મોનસૂનની વિદાય દેશમાં 6 ઓક્ટોબરથી થઇ શકે છે. મીડિયા  રીપોર્ટ અનુસાર ભારતીય મોસમ વિભાગે કહ્યુ કે, નોર્થ વેસ્ટ ભારતના કેટલાક ભાગમાં લગભગ 6 ઓક્ટોબર 2021થી દક્ષિણ-પશ્ચિમ મોનસૂનની વાપસીની શરૂઆત થઇ શકે છે. ગયા વર્ષે મોનસૂને 28 સપ્ટેમ્બરથી વાપસીની શરૂઆત થઇ ગઇ હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ વચ્ચે ઉત્તર-પૂર્વ અરબ સાગરના ઉપર એક દબાણ બનેલુ છે. જે કચ્છ દેવભૂમિ દ્વારકાથી લગભગ 60 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ, કરાચી (પાકિસ્તાન)થી 2800 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વ અને ચાબહાર પોર્ટ (ઇરાન)થી 860 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વ તરફ વધી રહ્યુ છે. આના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાથી આગળના 12 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત તટથી ઉત્તર-પૂર્વ અરબ સાગર ઉપર ઊંડા દબાણમાં બદલાવવાની સંભાવના છે.

આમ જોવા જઇએ તો, 1 જૂન આસપાસ સાઉથ વેસ્ટ મોનસૂન કેરળ પહોંચે છે અને સપ્ટેમ્બરના મધ્યમાં રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમી રાજયથી વાપસી કરે છે. પરંતુ આ વખતે એવું ન થયુ. આ વખતે સમય પહેલા દસ્તક દેનાર ચોમાસાએ વચ્ચે બ્રેક લીધો અને તે બાદ દિલ્લીમાં તેની એન્ટ્રી નિર્ધારિત સમયથી મોડી થઇ. તેમ છત્તાં પણ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો અને અત્યાર સુધી જારી છે.

આને કારણે આ વખતે મોનસૂન મોડા ભારતથી વિદાય લઇ  રહ્યુ છે. તમને જણાવી દઇએ કે, IMDએ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. ત્યાં જ પશ્ચિમ બંગાળ અને બિહારમાં આજથી લઇને 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે. IMDએ કહ્યું છે કે, ચોમાસું પરત ફરતા હવામાનમાં ફેરફાર થશે અને હવે રાત ઠંડી રહેશે. 3 ઓક્ટોબર બાદ હવામાન બદલાશે અને તાપમાન ઘટશે, જે શિયાળાની નિશાની હશે. IMD અનુસાર, 6 ઓક્ટોબર સુધી લોકોએ વરસાદનો સામનો કરવો પડશે.