પહેલા વરસાદમાં જ મુંબઈ થયું પાણી પાણી, તસવીરો અને વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો

ખુશખબરી: મુંબઈમાં પડ્યો ધોધમાર વરસાદ, 7 તસવીરો દિલ જીતી લેશે

માયાનગરી મુંબઈની અંદર ચોમાસોનો પહેલો વરસાદ બુધવારના રોજ ત્રાટક્યો. પહેલા વરસાદમાં મુંબઈના હાલ બે હાલ થઇ ગયા. રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો.

તો બીજી તરફ રેલવેના પાટા ઉપર પણ પાણી ભરાઈ જવાના કારણે ઘણી ટ્રેનો પણ લેટ ચાલી રહી છે તો ઘણી ટ્રેનોના પૈડાં પણ થંભી ગયા.  ભારત વૈજ્ઞાનિક મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આવનાર 48 કલાક સુધી મુંબઈમાં આજ રીતે ભારે વરસાદ થતો રહેશે. મુંબઈની અંદર  ચેતવણી પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર મુંબઈમાં 11:43 વાગે હાઈ ટાઇડ આવવાની આશંકા છે. આ દરમિયાન સમુદ્રની લહેરો 4.16 મીટર સુધીની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. એવામાં સુરક્ષા માટે સમુદ્ર તટના વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યા છે. સાથે જ ઘણી ટીમો નજર જમાવીને બેઠી છે.

તો આ બાતે આઇએમડી મુંબઈના ઉપ મહાનિર્દેશક ડો જયંત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું કે મહારાષ્ટ્રમાં આ વર્ષે એક દિવસ પહેલા જ ચોમાસાનું આગમન થયું છે. મુંબઈમાં ચોમાસુ પહોંચવાની તારીખ 10 જૂન હતી.

આ પહેલા મંગળવારના રોજ પ્રિ મોનસુનના વરસાદે મુંબઈને પાણી પાણી કરી નાખ્યું હતું. ઘણા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે યાતાયાત પણ ઘણી જગ્યાએ અવરોધાયો હતો . મુંબઈના હિંદમાતામાં પણ રસ્તાઓ ઉપર પાણી ભરાયેલી જોવા મળ્યું.

મુંબઈમાં  ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ઉપર પણ પાણી ભરાઈ ગયું છે. મધ્ય રેલવેના સાયન સ્ટેશનના ટ્રેક ઉપર પણ ભારે પાણી ભરાઈ ગયું છે. હજુ પણ વધારે વરસાદનું અનુમાન જોતા રેલવે દ્વારા  બધી જ રિલીફ ટ્રેનો અને કર્મચારીઓને એલર્ટ ઉપર રહવાનું કહ્યું છે.

મહારાષ્ટ્રના થાણે જિલ્લા પ્રસાશન દ્વારા ક્ષેત્રોમાં ચોમાસાની શરૂઆતને જોતા ઝરણાં, તળાવો અને બાંધની પસે લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જિલ્લા કલેકટર રાજેશ નાર્વેકર દ્વારા ક્ષેત્રોમાં જળાશયો ઉપર દુર્ઘટનાઓ રોકવા માટે આદેશ રજૂ કરવામાં આવ્યો છે.

આદેશમાં જણાવ્યા પ્રમાણે કેટલાક ખતરનાક સ્થાનોની સૂચના પણ આપવામાં આવી છે અને લોકોને કહેવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન આ સ્થાનો ઉપર ના જવું.

Niraj Patel