Fact Check

વર્ષના છેલ્લા દિવસે અમદાવાદમાં જોવા મળ્યું એવું કંઈક કે લોકો અનેક પ્રકારની અટકળો લગાવવા લાગ્યા

વર્ષ 2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીત્યું છે. આજે 2021ના વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ વચ્ચે વર્ષના છેલ્લા દિવસે દુનિયાના અલગ-અલગ 30 શહેરમાં જોવા મળેલા મોનોલીથ ભારતમાં નજરે આવી ચૂક્યું છે.

Image source

આ મોનોલીથ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સિમ્ફની પાર્કમાં જોવા મળ્યું હતું. પરંતુ આ મોનોલીથ માત્ર અફવા સાબિત થઇ છે. મોનોલીથ કિંમતી પથ્થરમાંથી બનતું સ્ટ્રક્ચર છે. થલતેજમાં જ જોવા મળ્યું હતું તે પથ્થરનું નથી પરંતુ સ્ટીલમાંથી બનાવવામાં આવેલું છે.

Image source

આ સ્ટીલના સ્ટ્રક્ચર પર લેટિટ્યૂટ નંબર લખવામાં આવ્યા છે, જેના પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે, વાઇલ્ડ લાઇફને પ્રમોટ કરવા માટે આ સ્ટ્રક્ચર ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. લોકો પણ આ સ્ટ્રક્ચર પાસે ઉભા રહીને સેલ્ફી પડાવવા માટે પડાપડી કરી રહ્યા છે.ગાર્ડનમાં આવતાં લોકો તેને કૂતુહલતાથી જોઈ રહે છે.સપ્રદ વાત તો એ છે કે અહીં કામ કરતા માળીને પણ આ વિશે કંઈ જ માહિતી નથી. તેઓ એક વર્ષથી અહીં કામ કરી રહ્યા છે.

મોનોલિથને અનેક લોકો મિસ્ટ્રી સ્ટોનના નામે પણ ઓળખે છે. જણાવી દઈએ કે,દુનિયાભરમાં અત્યાર સુધીમાં 30 દેશોના વિવિધ સ્થળોએ આ રહસ્યમય મોનોલિથ જોવા મળ્યા છે.આ વર્ષે નવેમ્બરમાં અમેરિકાના યુટાના રણમાં 12 ફૂટનો પહેલો રહસ્યમય મોનોલિથ જોવા મળ્યો હતો. આ બાદ અમેરિકાના કેલિફોર્નિયા, યુરોપિયન કંન્ટ્રી રોમાનિય, ફ્રાન્સ, પોલેન્ડ, યૂકે અને કોલંબિયામાં મોનોલિથ જોવા મળ્યા હતા.

અમદાવાદમાં એલિયન આવ્યા એ વાત તદ્દન ખોટી છે અને આ માત્ર એક અફવા સાબિત થઇ છે વાઇલ્ડ લાઇફને પ્રમોટ કરવા માટે આ સ્ટ્રક્ચર ખાનગી કંપની દ્વારા મૂકવામાં આવ્યું છે. જુઓ વીડિયો: