કપિરાજની ચાલાકીએ યુઝર્સના દિલ જીતી લીધા, પાણી પીવા માટે કર્યો એવો જુગાડ કે જોઈને હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

આ વર્ષે ઉનાળાની અંદર પુષ્કળ ગરમી પડી. જેના કારણે માણસોની હાલત પણ ખરાબ થઇ ગઈ, પરંતુ માણસ તો તેમ છતાં પણ કોઈ પણ વ્યવસ્થા કરીને જીવી લે છે, પરંતુ અબોલા પ્રાણીઓનું શું ? તેમના માટે આ કાળઝાળ ગરમી ખુબ જ કઠિન રહી. પાણી પીવા માટે પણ તેમને ભટકવું પડતું હતું.

ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાળઝાળ ગરમીમાં પાણી પીવા માટે એક કપિરાજે જે ચાલાકી વાપરી તેણે સૌના દિલ જીતી લીધા. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કપિરાજને તરસ લાગી છે અને તે પાણી પીવા માટે એક ધાબા ઉપર આવ્યો છે. પરંતુ ધાબા ઉપર આવીને તે જે કરે છે તે ખરેખર જોવા જેવું છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ધાબાના એક ખૂણા ઉપર પાઇપ છે. ત્યારે જ કપિરાજ અનોખો જુગાડ લગાવે છે. તે પાઇપ ઉપર ચઢી જાય છે અને પાઈપને નીચે સુધી લઇ આવે છે. જેના બાદ તે પાઇપમાંથી પાણી બહાર આવે છે અને કપિરાજ તે પાણી પીને પોતાની તરસ છીપવાતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

કપિરાજને આ રીતે પાણી પીતા જોઈને બીજા કપિરાજ પણ હેરાન રહી જાય છે અને તેની પાસે આવે છે. આ ઘટના દૂરથી જોઈ રહેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ નિહાળ્યો છે તો 1 લાખ 68 હજાર કરતા પણ વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.

Niraj Patel