પોતાને ખવડાવનારની મોતનો વિશ્વાસ ના કરી શક્યો કપિરાજ, વારંવાર ચેક કરતો રહ્યો મૃતકના શ્વાસ, આંખોમાં આંસુ લાવી દેનારી ઘટના, જુઓ વીડિયો

વાંદરો પહોંચ્યો પોતાને ખવડાવનારની અંતિમયાત્રામાં, હાથથી ઉઠાડવા લાગ્યો, શ્વાસ ચેક કરતો રહ્યો, જુઓ

આજના સમયમાં માણસ દગો આપી શકે પરંતુ પ્રાણીઓ નહીં. પ્રાણી પ્રેમની ઘણી ઘટનાઓ આપણે આપણી આસપાસ બનતી જોઈ હશે. જેમાં પ્રાણીઓને તમે એક વાર ખવડાવ્યું હોય તો પણ એ તમારું અહેસાન ક્યારેય નથી ભૂલતા. ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે જેને જોઈને લોકોની આંખોમાં આંસુઓ આવી ગયા છે. એક કપિરાજ મૃતકની નનામી ઉપર બેસીને તેના શ્વાસ ચેક કરતો જોઈ શકાય છે, જાણે કે તેને વિશ્વાસ નથી કે આ વ્યક્તિ હવે આ દુનિયામાં નથી.

આ વાયરલ વીડિયો શ્રીલંકાનો છે જેણે લોકોને ભાવુક કરી દીધા છે. આમાં એક કપિરાજ એક વ્યક્તિના મૃતદેહ પાસે બેઠો જોવા મળે છે. માણસ આ કપિરાજ ની સંભાળ રાખતો અને તેને ખવડાવતો. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપિરાજ આ વ્યક્તિને લાંબા સમય સુધી જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ઘણા લોકોના દિલ જીતી લીધા છે જ્યારે કેટલાકને ઈમોશનલ કરી દીધા છે.

આ વ્યક્તિનું નામ હતું પીતામ્બરમ રાજન, જેનું લાંબી બીમારી બાદ 56 વર્ષની વયે અવસાન થયું હતું. તે શ્રીલંકાના બટ્ટીકલોઆનો રહેવાસી હતો. લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પાર્થિવ દેહને ઘરના બારમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે લોકો પીતામ્બરમ રાજનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા ત્યારે કપિરાજ આવીને મૃતદેહ પાસે બેસી ગયો. ત્યાં હાજર પીતામ્બરમના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. લોકોએ જણાવ્યું કે પીતામ્બરમ દરરોજ આ કપિરાજને ખવડાવતા હતા અને બંને વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી.

કપિરાજ પીતામ્બરમ રાજનના મૃતદેહ પાસે બેઠો હતો અને હલતો નહોતો. તેણે તપાસ કરી કે તે શ્વાસ લઈ રહ્યો છે કે નહીં. કપિરાજના તેમના પ્રત્યેનો પ્રેમ જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા.  વીડિયોમાં દેખાતો કપિરાજ હિમાલય, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ભારતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. આને જોયા બાદ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel