વાયરલ

પ્રાણી સંગ્રહાલયમાં કપિરાજ સાથે મસ્તી કરવી આ યુવતીને પડી ભારે, ભણાવ્યો એવો પાઠ કે વાળ પકડીને… જુઓ વીડિયો

પ્રાણીઓને જોવા માટે ઘણા લોકો પ્રાણી સંગ્રહાલયની મુકલાકાત લેતા હોય છે તો કોઈ જંગલ સફારીમાં જતું હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જે આ દરમિયાન પ્રાણીઓ સાથે પણ અટકચાળા કરતા હોય છે. તો ઘણીવાર હેરાન થતા પ્રાણીઓ પછી તેમની એવી હાલત કરતા હોય છે કે તેમને પણ તેમની નાની યાદ આવી જાય. હાલ પ્રાણી સંગ્રહાલયનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતીને કપિરાજ પાઠ ભણાવી રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે કપિરાજ તેમની મસ્તીખોર વૃત્તિઓ માટે જાણીતા છે. જો કોઈ વસ્તુ તેના મન પ્રમાણે ન હોય તો તે તેને બગાડી પણ શકે છે. ક્યારેક તેઓ પોતાના ઘેરથી લોકોને આવો પાઠ ભણાવતા પણ હોય છે. જે તેઓ જીવનભર યાદ રાખે છે. આજકાલ કંઈક આવું જ વાયરલ થઈ રહ્યું છે. જ્યાં ગુસ્સે ભરાયેલા કપિરાજે છોકરીનું બેન્ડ વગાડી દીધું.

વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રાણી સંગ્રહાલયની આસપાસ ફરતી વખતે એક યુવતી કપિરાજના પાંજરા પાસે જઈને તેને ચીડવે છે, જેનાથી કપિરાજ ગુસ્સે થઈ ગયો હતો અને પછી કપિરાજ છોકરીના વાળ પકડી લે છે અને છોડવા માટે રાજી થતો નથી. ત્યાં હાજર લોકો કોઈક રીતે કપિરાજનું ધ્યાન હટાવે છે અને છોકરીના વાળ છોડાવે છે, પરંતુ જેવી છોકરી બીજી બાજુ જાય છે, બધા કપિરાજ એકસાથે તેના વાળ ખેંચવા લાગ્યા. એવું લાગી રહ્યું છે કે બધાએ પ્લાનિંગ કરીને યુવતીને પોતાનું ટાર્ગેટ બનાવી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Md Rizwi (@mr.rizvi6)

આ વીડિયોને લાખો લોકોએ વાયરલ તથા જ જોયો, સાથે જ વીડિયો જોયા પછી, લોકો ઉગ્રતાથી તેમના પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘પ્રાણીઓને ચીડવું ખોટું છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘આગલી વખતે આ છોકરી પ્રાણીની નજીક જતા પહેલા સો વાર વિચારશે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આનાથી ઘણા લોકોને પાઠ ભણવા મળશે કે પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તન કરવું.”