હનુમાન મંદિરની અંદર ચાલી રહ્યો હતો સુંદરકાંડ, અચાનક આવ્યો વાંદરો અને વાંચવા લાગ્યો રામાયણ, દૃશ્ય જોઈને સૌ કોઈ હેરાન, જુઓ વીડિયો

શ્રી રામ ભગવાનના સાચા ભક્ત તરીકે હનુમાન દાદાને માનવામાં આવે છે, અને હનુમાન દાદા એક વાનર છે જેના કારણે આપણે પણ વાનરોને હનુમાન દાદા જ માનતા હોઈએ છીએ, ઘણા રામ મંદિરમાંથી વાનરો દ્વારા ઘણા પરચાઓ મળતા આવ્યા છે. હાલ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વાંદરા દ્વારા રામાયણનો પાઠ કરવામાં આવી રહ્યો છે.

આ ઘટના બની છે પ્રતાપગઢના સુભાનગર સ્થિત હનુમાન મંદિરમાં. મંગળવારની સાંજે મંદિરની અંદર સુંદરકાંડનો પાઠ ચાલી રહ્યો હતો. તે દરમિયાન જ વાંદરો ત્યાં આવી ગયો અને લગભગ 20 મિનિટ સુધી વાંદરો રામાયણના પાનાઓને ફેરવતો રહ્યો. તે જોઈને એમ જ લાગી રહ્યું હતું કે તે રામાયણ વાંચી રહ્યો છે.

આ જોઈને ત્યાં ઉભેલા લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ ઘટનાને લોકો હવે આસ્થા અને ચમત્કાર સાથે જોઈ રહ્યા છે. સુંદરકાંડ સમયે જ વાંદરનું મંદિરમાં આવવું અને બીજી કોઈ વસ્તુને અડવાને બદલે સીધું જ રામાયણ હાથમાં લેવું અને તેના પાનાં ફેરવવા કોઈ ચમત્કાર જ હોઈ શકે છે એમ લોકોનું માનવું છે.

ત્યાં  ઉપસ્થતિ કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં પણ કેદ કરી લીધી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel