યુવક અને વાંદરાએ પહેલા કરી વાતચીત પછી સાંભળ્યું મનપસંદ ગીત, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર રોજે રોજ હજારોની સંખ્યામાં વીડિયો અપલોડ થાય છે. જેમાં ઘણા વીડિયો એટા ફની હોય છે કે તેને જોયા બાદ તમે તમારી સ્માઈલ રોકી નથી શકતા. આજ કાલ ઈન્ટરનેટ પર પ્રાણીઓના વીડિયો પણ ખુબ વાઈરલ થઈ રહ્યા છે. માણસો સાથે મસ્તી કરતા પ્રાણીઓના આ વીડિયો જોવા દરેકને ગમે છે. પ્રાણીઓની બુદ્ધિ અને તર્ક શક્તિ જોઈને ભલભલા વિચારમાં પડી જાય છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર આજકાલ ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમા એક વાંદરો અને એક યુવક એકબીજા સાથે કોઈ ગપસપ કરતા જોવા મળે છે. આ વીડિયો જોયા બાદ તમે પણ કહેશો કે, આ વાંદરો તે યુવકની બહુ નજીક લાગે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો વાંદરા અને યુવકની દોસ્તીના વખાણ કરી રહ્યા છે.

આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ એક યુવક વાંદરાના કાનમાં કઈ કહી રહ્યો છે અને વાંદરો પણ તે વ્યક્તિની વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે. લોકોને આ ક્યૂટ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયો જોયા બાદ એવુ લાગી રહ્યું છે કે આ વાંદરો તે યુવકની દરેક વાત સમજી રહ્યો છે. લોકો આ વીડિયો પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ વાઈરલ વીડિયોને સંવાદ નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સાથે એક કેપ્શન પણ લખવામાં આવ્યું છે. કેપ્શનનાં લખ્યું છે કે, વાંદરા અને માણસ વચ્ચે સંવાદ. આ વીડિયો જોયા બાદ લોકો હસવાનું રોકી શકતા નથી. ઘણા લોકો હવે તેને પોતાની વોલ પર શેર પણ કરી રહ્યા છે. સામાન્ય રીતે વાંદરા બહુ નટખટ હોય છે અને આમ તેમ રખડતા રહે છે. તેઓ એક જગ્યાએ સ્થિર રહેતા નથી. ખાસ કરીને જ્યાં માણસોની અવર જવર વધુ હોય. પરંતુ આ વાંદરો જે રીતે શાંતિથી બેઠો છે તે જોવા લાયક છે. લોકોને વાંદરની સ્ટાઈલ ખુબ પસંદ આવી રહી છે.

YC