મેટ્રો ટ્રેનમાં ઘુસી ગયો કપિરાજ, આખી ટ્રેનમાં ઉછળકૂદ કરવા લાગ્યો, પેસેન્જરોના હાલ પણ થયા બેહાલ, વાયરલ થયો વીડિયો

કપિરાજે મેટ્રોમાં ઘૂસીને મચાવ્યો હોબાળો, લોકો પણ થઇ ગયા આઘાપાછા, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

Monkey In Delhi Metro : સોશિયલ મીડિયામાં રોજ કેટલીક એવી એવી ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર કોઈપણ ઘટનાને વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી, ત્યારે છેલ્લા થોડા સમયથી મેટ્રોની અંદર થતી કેટલીક ઘટનાઓ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

દિલ્હી મેટ્રોની અંદર કોઈ બિકીની પહેરીને આવી જાય છે, તો કોઈ ટ્રેનમાં જ રોમાન્સ કરવા લાગી જાય છે, ત્યારે હાલ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કપિરાજ મેટ્રો ટ્રેનમાં સફર કરતો જોવા મળે છે, અને પાછો તે ટ્રેનમાં ઉછળકૂદ પણ કરી રહ્યો છે, જેને લઈને મુસાફરો પણ હેરાનીમાં મુકાયા હતા.

મેટ્રોમાં ફરતા કપિરાજના આ વીડિયો પર લોકો ખૂબ જ મજા લઇ રહ્યા છે. આ ફની વીડિયોમાં દિલ્હી મેટ્રોની અંદર એક કપિરાજ અહીંથી ત્યાં કૂદતો જોવા મળે છે. ક્યારેક કપિરાજ સળિયા પર ચડતો અને નીચે ઉતરતો હોય છે તો ક્યારેક તે વ્યક્તિની બાજુમાં બેસી જાય છે. આ દરમિયાન, કપિરાજ મેટ્રોની બારીમાંથી બહાર જોતા પ્રવાસની મજા લેતો જોવા મળે છે. વીડિયોમાં કપિરાજ મેટ્રોની અંદર હંગામો મચાવી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં એક વ્યક્તિ આ દ્રશ્યને પોતાના શબ્દોમાં ફની રીતે વર્ણવી રહ્યો છે. થોડા દિવસ પહેલા શેર કરાયેલા આ વીડિયોને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે ઘણા લોકો તેના પર ફની અંદાજમાં અલગ-અલગ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel