વાયરલ

કપિરાજને પતંગ ચગાવતા જોવાનો લ્હાવો આજ પહેલા ક્યારેય નહીં મળ્યો હોય, કેવી માણસોની જેમ ખેંચ મારીને પતંગ ચગાવે છે, જુઓ વીડિયો

ગુજરાત સાથે દેશના અલગ અલગ ભાગોની અંદર ઉત્તરાયણનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાયો. ખાસ કરીને આ તહેવાર ગુજરાતમાં ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવતો હોય છે. બે દિવસ સુધી લોકો ધાબા ઉપર ચઢી અને પતંગ ચગાવતા હોય છે. આકાશ પણ રંગબેરંગી પતંગોથી છવાઈ જતું હોય છે.

ઉત્તરાયણને લગતા ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને સૌનું દિલ જીતી લીધું છે, આ વાયરલ વીડિયોમાં કોઈ માણસ નહિ પરંતુ કપિરાજ પતંગ ચગાવતા જોવા મળે છે અને આવો અદભુત નજારો ભાગ્યે જ જોવા મળતો હોય છે જેના કારણે આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કપિરાજ એક ધાબા ઉપર બેઠા છે અને તેમના હાથમાં પતંગની દોરી છે, તો દોરી સાથે બંધાયેલી પતંગ પણ આકાશમાં ઉડી રહી છે અને કપીરાજ તે પતંગને ધાબા ઉપર ખેંચી રહ્યા છે, વીડિયોને જોતા એવું લાગી રહ્યું છે કે કોઈ પતંગ કપાઈને ધાબા ઉપરથી પસાર થઇ રહી હશે ત્યારે જ કપિરાજે દોર જોઈ હશે અને પકડી લીધી હશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જેના બાદ કપિરાજે દોર ખેંચવાનું ચાલ્યું કર્યું. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આસપાસના લોકો પણ કપિરાજને આ રીતે પતંગ ઉડાવતા જોઈને હરખાઈ જાય છે અને બૂમો પણ પાડવા લાગે છે. આ વીડિયો ક્યાંનો છે તેના વિશે કોઈ માહિતી નથી મળી પરંતુ સોશિયલ મીડિયામાં યુઝર્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.