કપિરાજના બચ્ચાને એક વ્યક્તિએ ખવડાવ્યું ડ્રેગન ફ્રૂટ, પછી થઇ તેની એવી હાલત કે જોઈને હક્કાબક્કા રહી જશો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો રોજ ઝડપથી વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટના સામે આવતી હોય છે જે જોઈને આપણે પણ હેરાન રહી જતા હોય છે, તો ઘણા વીડિયો જોવામાં એટલા દિલચસ્પ હોય છે કે તેને વારંવાર જોવાનું મન થાય, હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કપિરાજનું બચ્ચું કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ ખાઈ રહ્યું છે.

જો તમે તોફાની અને હોંશિયાર પ્રાણીઓની ગણતરી કરો તો કપિરાજનું નામ સૌથી ઉપર આવે છે, જ્યારે તમે કપિરાજના બચ્ચાના વીડિયો જુઓ છો તો તેઓ ખૂબ જ ક્યૂટ લાગે છે. આજે અમે તમને કપિરાજના બચ્ચાનો ખૂબ જ ક્યૂટ વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં એક કપિરાજના બચ્ચાને ડ્રેગન ફ્રૂટનો સ્વાદ ગમે છે. કપિરાજના બચ્ચાની પ્રતિક્રિયા જોઈને તમે પણ તમારી જાતને હસતા રોકી નહીં શકો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે કપિરાજના બચ્ચાએ પહેલીવાર ડ્રેગન ફ્રૂટનો સ્વાદ ચાખ્યો ત્યારે તેને તે સ્વાદ ખૂબ જ પસંદ આવ્યો. આ પછી કપિરાજનું બચ્ચું ડ્રેગન ફ્રુટ છોડતું નથી. એટલું જ નહીં, બચ્ચું જે ઉત્સાહથી ડ્રેગન ફ્રુટ ખાય છે તે ખરેખર જોવા જેવું છે. જો તમે પણ આ વિડીયો જોશો તો તમે પણ પોતાની જાતને હસતા રોકી નહી શકો. આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. દર્શકો પણ આ ક્યૂટ મંકી બેબી વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Animals Lovers (@lovinganimals.dg)

વાયરલ થઈ રહેલો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના lovinganimals_dg પર શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. પ્રાણી પ્રેમીઓ આ સુંદર કપિરાજના બચ્ચાની રમૂજી પ્રતિક્રિયાના આ વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેઓ તેમના મિત્રોને પણ પરિવાર સાથે શેર કરી રહ્યા છે.

Niraj Patel