નાની બાળકી પાસે ખાટલામાં આવી બેસી ગયો વાંદરો અને ઝૂંટવા લાગ્યો મોબાઇલ, પછી બાળકીએ જે કર્યુ તે જોઇ નહિ રોકાય હસવુ

સોશિયલ મીડિયા પર પ્રાણીઓનો વાયરલ વીડિયો ખૂબ જોવા મળે છે. પરંતુ જો વીડિયો મનુષ્ય અને પ્રાણીઓનો હોય તો મામલો એકદમ આશ્ચર્યજનક બની જાય છે. તાજેતરમાં, આને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. કેટલાક એટલા રમુજી હોય છે કે તેઓને વારંવાર જોવાનું મન થાય છે અને ઘણા વિડિયો ખૂબ જ ક્યૂટ હોય છે, જેને જોઈને દિલ ભરાઈ જતું નથી. આને લગતો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. ઈન્ટરનેટ પર વાંદરાઓ સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઇ લોકોનું દિલ ભરાઇ રહ્યુ નથી. તમે સોશિયલ મીડિયા પર વાંદરાઓના ઘણા બિહામણા વીડિયો જોયા હશે. આવો જ એક વીડિયો હવે સામે આવ્યો છે. આ વિડીયોમાં વાંદરો કંઈ પણ શેતાની કરતો જોવા નથી મળતો પરંતુ તે એક નાની બાળકી સાથે ખૂબ જ પ્રેમથી રમતા જોવા મળે છે. વીડિયોમાં વાંદરો અને આ છોકરીની ક્યૂટનેસ જોઈને દરેક લોકો હેરાન છે. સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની છોકરી અને એક વાંદરો મોબાઈલ પર એકબીજા સાથે ઝઘડતા જોવા મળે છે.

એક ક્યૂટ નાની છોકરી અને વાંદરાનો આ ક્યૂટ વીડિયો જોઈને તમે પણ હસવાનું રોકી શકશો નહીં. આ વીડિયોમાં એક નાની છોકરી ઘરની બહાર ખાટલા પર બેઠેલી જોવા મળે છે. તેના હાથમાં ફોન દેખાઈ રહ્યો છે, જેનાથી તે રમી રહી છે. તે દરમિયાન, એક વાંદરો આવે છે અને છોકરીના હાથમાંથી ફોન છીનવી લે છે, તે બાદ તે પોતે જ ફોનમાં જોવાનું શરૂ કરે છે. પરંતુ પછી છોકરીએ જે કર્યું તે એટલું રમૂજી હતું કે તમે તેને જોતા જ હસશો. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. આ સાથે જ દરેક લોકો આ વીડિયોના કોમેન્ટ બોક્સમાં ફની રિએક્શન પણ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી એક લાખ 50 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો હતો. કેટલાક યુઝર્સે આના પર ફની કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું કે ‘OMG, આ ફની અને ક્યૂટ છે’. અન્ય એક યુઝરે લખ્યું કે ‘વાંદરો જાણી જોઈને છોકરીને હેરાન કરી રહ્યો છે’.

Shah Jina