માણસની જેમ જ આ બે વિશાળકાય પ્રાણીઓ એકબીજા સાથે આવી ગયા બાથમ બાથ… નજારો જોઈને લોકો પણ રહી ગયા હક્કાબક્કા, વાયરલ થયો વીડિયો

સવારના પહોરમાં આ વિશાળ પ્રાણીઓ એકબીજા સાથે ભીડાઈ ગયા.. વીડિયો જોઈને લોકોના પણ હોંશ ઉડ્યા.. જુઓ

માણસો વચ્ચે ઝઘડા અવાર નવાર થતા હોય છે. ઘણીવાર તો ઝઘડા એ હદ સુધી વધી જતા હોય છે કે લોકો મારામારી પર આવી જાય છે અને જાહેરમાં જ એકબીજા સાથે બાથમ બાથ પર પણ આવી જાય છે. ઘણા લોકો આવી ઘટનાઓના વીડિયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા હોય છે.

પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં બે વિશાળકાય પ્રાણીઓ માણસોની જેમ જ બાથમ બાથ આવીને લડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોએ સૌને હેરાન કરી દીધા છે. આ નજારો એવો હતો જેને જોઈને કોઈના પણ હોંશ ઉડી જાય. વીડિયોને ભારતીય વન અધિકારી સુશાંત નંદાએ પોતાના અધિકારીક ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં બે વિશાળ મોનિટર લીઝર્ડ એકબીજા સાથે લડતી જોવા મળી રહી છે. આ જોવામાં જેટલી ખતરનાક હોય છે તેટલી જ ખતરનાક રીતે લડાઈ પણ કરતી હોય છે. આ બંને વિશાળકાય પ્રાણીઓ એકબીજા સહતે બાથંબાથી કરતા જોવા મળી રહ્યા છે. જે જોઈને જ કોઈનો પરસેવો છૂટી જાય.

વીડિયોની સાથે અધિકારીએ કેપશનમાં લખ્યું છે કે, “તકરારનું સમાધાન કરતા શીખવું.. IIM કોલકાત્તામાં વહેલી સવારનું દૃશ્ય” આ ઉપરાંત તેમને આ વીડિયો વૉટ્સએપ દ્વારા મળ્યો હોવાની પણ જાણકારી આપી છે. આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 78 હજાર કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે અને ઘણા લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel