બાળકી જોઈ રહી હતી ટીવી અને અચાનક આવી ગઈ આ ખતરનાક જાનવર..ચીસાચીસ પડી અને…. જુઓ વીડિયો

પરિવાર જમીન પર સૂતો હતો, ત્યારે અચાનક જ મોટી ગરોળી આવી અને પછી… વીડિયો જોતા જ રાડ ફાટી જશે

ગામડાની અંદર મોટાભાગે ઘણીવાર ઘરની અંદર સાપ, વીંછી જેવા ઝેરી જીવ જંતુઓ પ્રવેશી જતા હોય છે, પરંતુ ગામડાના લોકો આવી ઘટનાઓથી ટેવાઈ જાય છે અને તેમને આવી ઘટનાઓમાં નવાઈ પણ નથી લાગતી, પરંતુ શહેરમાં ઘણા લોકો એવા પણ હોય છે જે નાની ગરોળી જોઈને પણ ડરી જતા હોય છે. તો પછી કોઈ મોટું જીવ જંતુ નીકળી આવે તો તેમની હાલત કેવી થાય એ તમે કલ્પના કરી શકો છો.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પરિવાર ઘરની અંદર જમીન ઉપર જ આરામથી સુઈ રહ્યો છે. વીડિયોની અંદર એ પણ જોવા મળી રહ્યું છે કે એક નાની બાળકી હાથમાં કઈ ખાતા ખાતા ટીવી જોઈ રહી છે, પરંતુ આ દરમિયાન જ સૌના હોશ ઉડી જાય તેવી ઘટના બને છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો છે અને તે દરવાજામાંથી જ એક મોટી પાટલા ઘો ઘરની અંદર ઘુસી આવે છે, જો કે પહેલા તો તેના ઉપર કોઈનું ધ્યાન નથી હોતું પરંતુ ટીવી જોઈ રહેલી બાળકીની નજર આચાનક તેના ઉપર પડે છે અને તે બુમાબુમ કરવા લાગી જાય છે, જે સાંભળી અને જમીન ઉપર સુઈ રહેલા ઘરના અન્ય સદસ્યો પણ  ફટાફટ બેઠા થઇ જાય છે.

બાળકી ઈશારો કરી અને પાટલા ઘો કઈ બાજુ ગઈ છે તે બતાવે છે, જેના બાદ એક વ્યક્તિ હાથમાં ડંડો લઇ અને તે ઘોને બહાર કાઢી મૂકે છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયો અનુસાર આ વીડિયો બેંગકોકનો હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયોને જોઈને લોકોમાં ભયનો માહોલ છે.

Niraj Patel