મનોરંજન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને લાગ્યો એક ઝાટકો, ઓછી ફી મળવાને કારણે આને છોડ્યો શો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લગભગ એક દાયકાથી ટેલિવિઝન પર આવી રહ્યો છે અને દર્શકો આ શોને ખૂબ જ પસંદ કરી રહયા છે. આ શોની ટીઆરપી પણ ટોપ પર રહે છે. ત્યારે લાંબા સમયથી ચાલી રહેલા આ શોમાં છેલ્લા થોડા સમયથી ઘણા ઉતારચઢાવ આવી રહયા છે. આ શોમાં મોટા પાત્ર ભજવનાર કેટલાક કલાકારોએ છેલ્લા થોડા સમયમાં જ આ શોને અલવિદા કહી દીધું છે. ત્યારે હવે આ શોમાંથી વધુ એક કલાકારે શો છોડવાની જાહેરાત કરી દીધી છે.

Image Source

આ શોમાં બાવરીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મોનિકા ભદોરિયાએ શોની છોડવાની જાહેરાત કરી દીધી છે. એક અહેવાલ અનુસાર, મોનિકા તેના પગાર ધોરણથી ખુશ નહોતી. તે નિર્માતાઓ પાસેથી વધારાની માંગ કરી રહી હતી.

લાંબી વાતચીત પછી પણ જયારે વાત ન બની તો તેને આ શો છોડવાનો નિર્ણય લીધો. જ્યારે અભિનેત્રી સાથે આ વિશે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે તેણે આ શોમાંથી વિદાય લેવાની વાતની પુષ્ટિ કરી હતી.

શો છોડવા વિશે મોનિકાએ કહ્યું, ‘હા, મેં શોને અલવિદા કહી દીધું છે, પરંતુ હું તે વિશે વાત કરવા માંગતી નથી.’ મોનિકાએ કહ્યું, ‘આ શો અને તેના પાત્રો મારા દિલની ખૂબ નજીક છે. હું વધુ સારા પગાર ધોરણની શોધમાં હતી, પરંતુ તેઓ તેનાથી સંમત ન થયા. જો તેઓ મારા પગાર ધોરણમાં વધારો કરશે તો મને આ શોમાં પાછા આવવાનો વાંધો નથી. પરંતુ મને નથી લાગતું કે તે થશે. હા, હવે હું શોનો ભાગ નથી.’

Image Source

જણાવી દઈએ કે આ શોમાં મોનિકા બાવરીની ભૂમિકામાં જેઠાલાલની દુકાનમાં કામ કરતી બાઘા સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. આ શો સાથે 6 વર્ષથી જોડાયેલી મોનિકાએ 20 ઓક્ટોબરે તેનું છેલ્લું શૂટિંગ પૂરું કર્યું હતું.