ખબર જીવનશૈલી ફિલ્મી દુનિયા

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માંની બાવરીનો આ સ્ટાઈલિશ અંદાજ કરી દેશે દીવાના, આ કારણે છોડયો હતો શો

રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે ‘બાઘા’ ની ગર્લફ્રેન્ડ બાવરી, 7 તસ્વીરોમાં જુઓ કાતિલ અંદાજ

ટીવીની મોસ્ટ પોપ્યુલર સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોમાં હંમેશા ફેવરિટ રહી છે. આ શોની ટીઆરપી ઘણી સારી હોય છે. આ વર્ષે આ ટીવી સિરિયલ યાહૂના સર્ચ લિસ્ટમાં સૌથી વધુ સર્ચ કરનારી સિરિયલ બની છે.

મોનીકાએ 2011માં ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ થી કરિયરમાં ડેબ્યુ કર્યું હતું. 2013માં અસિત મોદીએ ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’માં બાવરીનો રોલ નિભાવ્યો હતો. આ બાદ તેને ઓળખ બનાવી હતી.

દર્શકોને આ શોના બધા જ પાત્રો પસંદ આવે છે. ખાસ વાત એ છે કે, શોનો હિસ્સો બનેલા સ્ટાર્સ પણ તેની એક્ટિંગ અને તેના રોલથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લે છે. શો ભલે 13 વર્ષથી ચાલતો હોય પરંતુ બાઘાની પ્રેમિકા તરીકે નજરે આવતી બાવરી એટલે કે એક્ટ્રેસ મોનીકા ભદોરિયાનો અનોખો અંદાજ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

ભલે મોનીકા હવે શોનો હિસ્સો ના રહી હોય પરંતુ તેને શોમાં ઘણા સમય સુધી કામ કર્યું છે. મોનીકાના શો છોડવા પાછળનું કારણ સામે આવ્યું હતું કે, મેકર્સ સાથે કોઈ વિવવાદ થયો હતો બાદમાં તેને શો છોડવાનો ફેંસલો કર્યો હતો. આ વિષે જયારે મોનીકા સાથે વાતચીત કરવામાં આવી તો તેને ખુલાસો કર્યો હતો કે,શો મતભેદ અથવા કોઈ વિવાદથી નહીં પરંતુ અંગત કારણોથી છોડવામાં આવ્યો હતો.

જરૂરી નથી કે, પડદા પર જે સ્ટાર જે રોલમાં નજરે આવતા હોય તે અસલ જિંદગીમાં તેવા જ હોય. મોનીકા તેના રોલથી એકદમ અલગ જ છે. તેની રિયલ લાઈફઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે. મોનીકા ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં પર તેના વેકેશન અને ફોટોશૂટની તસ્વીર શેર કરતી રહે છે.

મોનીકા મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરની રહેવાસી છે. તેને બાળપણથી જ થીએટરનો ઘણો શોખ હતો. આ શોખ પૂરો કરવા માટે મુંબઈ ગઈ હતી. મુંબઈ જઈને તેને સપનાને સાકાર કરવા લાગ્યા હતા. એક્ટ્રેસને ખુબસુરતી માટે મિસ મધ્યપ્રદેશનો ખિતાબ મળી ચુક્યો છે. આ ખિતાબ મળ્યા બાદ મોનીકાને મોડેલિંગની ઓફર મળવા લાગ્યા હતા.

આ બાદ 2010માં મુંબઈ આવી હતી. અહીં આવીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ, ઇસ પ્યાર કો ક્યાં નામ દુ અને સજદા તેરે પ્યાર મેં જેવા શોમાં કામ કરીને દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી.