શો માં એટલું ટૉર્ચર કરતાં કે આપઘાત કરી લેવાનું…: ‘બાવરી’નું છલકાયુ દર્દ- જુઓ શું કહ્યું હવે

Monika Describes TMKOC Experience As “Torture” : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા ઘણા સમયથી સતત હેડલાઇન્સમાં રહે છે. જે લોકોના કારણે શોએ સારુ એવું નામ મેળવ્યુ, એ લોકો જ હવે તેના મૂળ ખોદવામાં વ્યસ્ત છે. પહેલા શૈલેષ લોઢા અને પછી જેનિફર મિસ્ત્રી… હવે આ લિસ્ટમાં બાવરીનો રોલ પ્લે કરી ચૂકેસી અભિનેત્રી મોનિકા ભદોરિયાનું નામ પણ સામેલ થઇ ગયુ છે. મોનિકાએ પણ શોના નિર્માતા પર ઘણા આક્ષેપ મૂક્યા છે.

મોનિકાએ હવે કહ્યું કે શો દરમિયાન તેને આત્મહત્યાના વિચારો આવતા હતા. એટલું જ નહીં, તેણે અગાઉ આરોપ લગાવ્યો હતો કે નિર્માતાઓએ તેને ત્રણ મહિનાથી ચૂકવણી કરી નથી, જે લગભગ 4 થી 5 લાખ રૂપિયા છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેના ઈન્ટરવ્યુમાં મોનિકા ભદોરિયાએ તારક મહેતા વિશે અને સેટ પર તેના દિવસો કેવી રીતે વિતાવ્યા તે વિશે વાત કરી. તેણે એ દિવસોને નરક ગણાવ્યા.

તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેની માતા કેન્સરની સારવાર લઈ રહી હતી ત્યારે પણ નિર્માતાઓ અનસપોર્ટિવ હતા. તેણે કહ્યું કે, ‘જો હું કહું કે આજે હું કામ કરવાની સ્થિતિમાં નથી, તો તેઓ મને આવવા દબાણ કરતા અને સૌથી ખરાબ વાત એ હતી કે શૂટ પર આવ્યા પછી પણ હું રાહ જોતી કારણ કે ત્યાં કરવાનું કંઈ જ નહોતું. પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યુમાં મોનિકા ભદોરિયાએ કહ્યું કે, ‘હું ઘણી પારિવારિક સમસ્યાઓનો સામનો કરી રહી હતી.

મેં મારી માતા અને દાદી બંનેને ગુમાવ્યા. બંનેએ મને બહુ ટૂંકા અંતરે જ છોડી દીધો. બંને મારો આધાર હતા. તેઓએ મારી સારી સંભાળ લીધી. હું તેમની વિદાયના દુઃખમાંથી બહાર નીકળી શકી નહતી અને મને લાગ્યું કે હવે મારું જીવન સમાપ્ત થઈ ગયું છે. આ સમય દરમિયાન હું તારક મહેતામાં કામ કરતી હતી અને તે ખૂબ જ ટોર્ચર હતુ. આ બધાને કારણે હું વિચારવા લાગી કે મારે આત્મહત્યા કરી લેવી જોઈએ.

તેઓએ (TMKOCના નિર્માતાઓએ) કહ્યું કે જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે અમે પૈસા આપ્યા હતા. અમે તેની બીમાર માતાની સારવાર માટે પૈસા આપ્યા. તેથી આ શબ્દોએ મને ઘણું દુઃખ આપ્યું. મોનિકા ભદોરિયાએ વધુમાં કહ્યું કે સેટ પર તેની સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું તે પછી તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે આ શોના સેટ પર તેના માતા-પિતાને લાવવાનું તેનું સપનું હતું.

પરંતુ સેટનું વાતાવરણ જોઈને તેણે નક્કી કર્યું કે તે આ સેટ પર ક્યારેય આવવા માટે નહીં કહે. પણ જ્યારે તેની માતા બીમાર હતી અને તેમના છેલ્લા દિવસોમાં, મેં વિચાર્યું કે તેમને આ સેટ પર લાવીને બતાવવું જોઈએ કે હું ક્યાં કામ કરું છું પરંતુ તે અશક્ય હતું.’ મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે શોના વાતાવરણે તેને શો છોડવા માટે મજબૂર કરી દીધી. તે કહે છે કે અત્યારે જે પણ આ શોમાં કામ કરી રહ્યા છે તે માત્ર પૈસા માટે જ કરી રહ્યા છે.

પૈસો મહત્વના છે પણ આત્મસન્માન કરતાં વધુ નથી.’ મોનિકાએ શોના નિર્માતાઓ પર પૈસા માટે કલાકારોને છેતરવાનો અને કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટપણે વસ્તુઓ ન જણાવવાનો આરોપ લગાવ્યો છે. સેટ પરના વાતાવરણ વિશે વાત કરતાં મોનિકાએ કહ્યું- હા, તારક મહેતાના સેટ પર અણગમતું વાતાવરણ રહ્યું છે. જો હું તેના વિશે વાત કરું તો તારક મહેતાના ઘણા લોકો મને ફોન કરશે અને મને કહેશે કે મેં તેના વિશે કેમ વાત કરી.

પરંતુ ત્યાંના લોકો પોતે આ દુષ્ટ વિચારધારાને સમર્થન આપે છે. તેણે આગળ કહ્યું- તે માત્ર તારક મહેતાના સેટ પર જ નથી પરંતુ મેં તેને ઘણી જગ્યાએ જોયું છે અને ઇન્ડસ્ટ્રીમાં એવું બને છે કે મહિલા કલાકારોને તેમના સહ કલાકારો કરતા ઓછી ફી મળે છે. કેટલીકવાર સ્ત્રી કલાકારોને સેટ પર વહેલા અને પુરૂષ કલાકારોને સમયસર બોલાવવામાં આવે છે.

Shah Jina