“તારક મહેતા”ના બાઘાની ગર્લફ્રેન્ડ છે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ, તસવીરો જોઇ થઇ જશો પાગલ

તારક મહેતાના બાઘાની ગર્લફ્રેન્ડ બાવરી અસલ લાઇફમાં છે બોલ્ડ બાલા, ફેશનના મામલે છોડે છે બીજી અભિનેત્રીઓને પાછળ

ટીવીનો પોપ્યુલર અને લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા બદલાવ આવ્યા છે. તેમાં જોઇએ તો, અંજલી ભાભીનું પાત્ર નિભાવતા નેહા મહેતાએ શો છોડી દીધો છે, આ ઉપરાંત સોઢીનું પાત્ર નિભાવતા અભિનેતાએ પણ શો છોડ્યો હતો. ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીએ પણ શોને છોડ્યો હતો અને આ લિસ્ટમાં એક અભિનેત્રી સામેલ છે જેણે શોમાં બાવરીનો રોલ પ્લે કર્યો હતો. તેણે પણ આ શોને અલવિદા કહી દીધુ છે.

તારક મહેતાના બાઘાની ગર્લફ્રેન્ડ બાવરી એટલે કે મોનિકા ભદોરિયા હવે શોનો ભાગ નથી. આજે આપણે તેની રિયલ લાઇફ સાથે જોડાયેલ કેટલીક દિલચસ્પ વાતો જાણીશુ. મોનિકા ભદોરિયા છેલ્લા કેટલાક વર્ષોથી બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીનું પાત્ર નિભાવી રહી હતી અને તેના આ પાત્રને લોકો દ્વારા પણ પસંદ કરવામાં આવ્યુ હતુ.

ચાહકો આજે પણ બાવરી એટલે કે મોનિકા ભદોરિયાને મિસ કરે છે.મોનિકાને શોમાં એક એવી છોકરી બતાવવામાં આવી હતી કે જે વારંવાર ભૂલ કરતી હતી અને જેઠાલાલ તેનાથી વારંવાર નારાજ થતા હતા. શોમાં મોનિકાએ 6 વર્ષ કામ કર્યુ હતુ. 6 વર્ષ બાદ તેણે કોઇ પર્સનલ કારણોને લીધે શોને છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ચાહકો ઘણા દુખી થયા હતા.

ઉલ્લેખનીય છે કે, સ્પોટબોય અનુસાર, મોનિકા તેની ફિસથી ખુશ ન હતી. તે મેકર્સથી હાઇકની માંગ કરી રહી હતી. લાંબી વાતચીત બાદ જયારે તેણે શો છોડી દીધો ત્યારે આ વાતને અભિનેત્રીએ કંફર્મ કરી હતી.મોનિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ખૂબસુરત અને સ્ટાઇલિશ તસવીરો શેર કરતી રહે છે. અસલ જીવનમાં મોનિકા જરા પણ બાવરી જેવી નથી. પરંતુ તે ઘણી કૂલ અને ફન લવિંગ છે.

મોનિકાએ વર્ષ 2011માં તેણે ધારાવાહિક ‘યે રિશ્તા કયા કહેલાતા હે’થી ડેબ્યુ કર્યુ હતુ. તેણે શોમાં એક નાનો રોલ પ્લે કર્યો હતો. તે બાદ તે ‘ઇસ પ્યાર કો કયાં નામ દૂ’ અને ‘સજદા તેરે પ્યાર મેં’ જેવા ધારાવાહિકમાં જોવા મળી હતી. વર્ષ 2013માં તેણે ‘તારક મહેતા’ શોમાં બાવરીના રોલથી એન્ટ્રી કરી. મોનિકાનો શોનો ડાયલોગ ‘હાય હાય ગલતી સે મિસ્ટેક હો ગઇ’ ઘણો ફેમસ થઇ ગયો હતો.

મોનિકા તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. તે રોજ જીમમાં જઇ પરસેવો પાડે છે અને મુશ્કેલ એક્સરસાઇઝ પણ ઘણી આરામથી કરી લે છે. તમને જણાવી દઇએ કે, મોનિકા મધ્યપ્રદેશની રહેવાસી છે. તે મિસ એમપી રહી ચૂકી છે. તે બાદ તેણે મોડલિંગને તેનુ કરિયર પસંદ કર્યુ. વર્ષ 2010માં તેણે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની તરફથી રૂખ કર્યુ, તેણે ઘણી જાહેરાતોમાં કામ કર્યુ.

મોનિકા ભદૌરિયા અભિનેતા અજય દેવગનની “સિંઘમ રિટર્ન્સ”માં જોવા મળી હતી. તે થિયેટર્સના પ્લેનો પણ ભાગ રહી ચૂકી છે. ખબર અનુસાર, મોનિકા કારની ઘણી શોખીન છે. તેની પાસે પોતાની ઓડી કાર છે.મોનિકા એક્ટર હોવાની સાથે સાથે સારી પેઇન્ટર પણ છે. તે સોશિલ મીડિયા પર તેની પેંટિંગ્સ ચાહકોને બતાવે છે. છેલ્લા દિવસોમાં જ તેણે ગૌતમ બુદ્ધની પેઇન્ટિંગ બનાવી હતી. જેની કેટલીક તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

મોનિકા ભદોરિયા તેના પરિવારની ઘણી નજીક છે. તે પરિવાર સાથે ક્વોલિટી સમય વીતાવે છે. ખાસ કરીને તો તેની દાદી સાથે મોનિકાની સારી બોન્ડિંગ છે. તે તેની દાદીની ઘણી સેવા કરે છે. થોડા સમય પહેલા જ તેણે એક માલિશ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે દાદીના માથામાં તેલ લગાવી રહી હતી.

Shah Jina