આ હસીના ફસાઈ ડોનના પ્રેમમાં, ચૂકવવી પડી હતી મોટી કિંમત…અત્યારે જુઓ કેવો હોટ દેખાય છે

ડોન સાથે લફરું કરવું ભારે પડી ગયું આ હસીનાને ચૂકવવી પડી હતી મોટી કિંમત, કરિયર તો બરબાદ થયું અને જેલ પણ પહોંચી.

બોલિવૂડ અને અન્ડરવર્લ્ડ વચ્ચેનું જોડાણ જૂનું થઈ ગયું છે. ઘણી વખત બોલિવૂડ અભિનેત્રીઓનું નામ ડોન સાથે સંકળાયેલું હતું. પરંતુ આજે અમે તમને બોલીવુડની આવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જે અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમના પ્રેમમાં પડી તેની ભારે કિંમત ચૂકવવી પડી હતી. ફિલ્મોમાં સફળ રહેલી આ અભિનેત્રી લોકોને કંઈક એવી રીતે ગુમનામ થઇ કે કોઈને ખબર પણ પડી નહિ. આ અભિનેત્રી કોઈ અન્ય નહીં પરંતુ મોનિકા બેદી હતી.

મોનિકા બોલિવૂડમાં ઓછી અને અન્ડરવર્લ્ડ ડોન અબુ સલેમ સાથેના તેના સંબંધોને લઈને વધુ ચર્ચામાં રહી હતી.મોનિકાનો જન્મ 18 જાન્યુઆરી 1975ના રોજ પંજાબના હોશિયારપુરમાં થયો હતો. મોનિકાએ તેની કારકિર્દી ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં પુરી કરી હતી.તેને 1995માં તેલુગુ ફિલ્મ ‘તાજમહેલ’થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેની પ્રથમ મોટી ફિલ્મ ‘સુરક્ષા’ હતી, જેમાં તેની સાથે સૈફ અલી ખાન પણ હતા.

બોલિવૂડમાં તેની લોકપ્રિય ફિલ્મોમાં ‘આશિક મસ્તાને’,તીરછી ટોપીવાલે’,’જંજીર’,’જાનમ સમજા કરો’,અને ‘જોડી નંબર 1’ છે. જોકે મોનિકાને અબુ સલેમના કારણે તેનો પહેલો મોટો બ્રેક મળ્યો હોવાનું કહેવાય છે.આ ફિલ્મ હતી ‘જાનમ સમજા કરો’.આ તે સમય હતો જ્યારે મોનિકાના અબુ સલેમાન સાથે સંબંધ હતા.

બોલિવૂડમાં અબુ સલેમનું ચાલતું હતું.નિર્માતાઓમાં એનો એટલો ખોફ હતો કે એક ફોન ફિલ્મની કાસ્ટિંગ બદલાઈ જતી હતી.સલેમએ તેની ગર્લફ્રેન્ડ માટે આવી ઘણી ફિલ્મોની કાસ્ટિંગ બદલાવી નાખી હતી. જોકે અબુ સલેમની એક હજાર કોશિશ બાદ પણ મોનિકાને એ લિસ્ટર એક્ટ્રેસનો દરજ્જો મળ્યો નથી.

જેલમાંથી બહાર આવ્યા પછી મોનિકાએ જણાવ્યું કે તેને કેમ જેલ થઇ હતી.બનાવટી પાસપોર્ટ કેસમાં મોનિકા બેદીની ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે તે અબુ સલેમ સાથે હતી. જો કે 2007માં, મોનિકા નિર્દોષ છૂટી ગઈ. જેલ છોડ્યા બાદ મોનિકાએ અબુ સાથેના તેના સંબંધોને તોડી નાખ્યા હતા અને એક ઇન્ટરવ્યુમાં તેને આ વાત જણાવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રથમ મીટિંગમાં મોનિકા બેદી અબુ સલેમ પર ફિદા થઇ હતી.સ્ટેજ શો દરમિયાન બંનેએ વાતચીત કરી હતી. ત્યારબાદ મોનિકા અને સલેમ એક સાથે રહેવા લાગ્યા. મોનિકાએ કહ્યું કે અમે ફોન પર વાત કરતા હતા, પરંતુ મને લાગ્યું કે આપણી વચ્ચે ચોક્કસપણે કોઈ કનેક્સશન છે.

મોનિકાએ કહ્યું હતું, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી વખતે હું તેને એટલું પસંદ કરવા લાગીશ કે તેની જોડે વાત કર્યા વિના રહી નહિ શકુ.આખો દિવસ હું એના ફોનેની રાહ જોતી હતી.

તેની સાથે વાત કરતાં એવું લાગી રહ્યું હતું કે તે ખૂબ જ નજીકનો મિત્ર છે.મેં મારી બધી વસ્તુઓ તેની સાથે ફોન પર શેર કરવાનું શરૂ કર્યું. દુબઇના શો પછી અમે બંને એટલા નજીક આવી ગયા હતા કે અબુ મને દર અડધા કલાકે ફોન કરતો હતો. તેણે મારી ખૂબ કાળજી કરવાની શરૂ કરી હતી.

મોનિકાએ કહ્યું હતું, ભલે દુનિયા અબુને કેવી રીતે જોતી હોય,પરંતુ જ્યાં સુધી હું તેની સાથે રહી છુ ત્યાં સુધી તે મારા માટે એક સામાન્ય માણસ જેવો હતો. તે મારી સાથે સારી રીતે વર્તન કરતો હતો.તેણે મને ક્યારેય તેની પાછળના સત્યની જાણ થવા દીઘી નથી.

મેં હંમેશાં જરૂરિયાતમંદોને મદદ કરતા જોયા છે. મને તેના ભૂતકાળ વિશે કંઇ ખબર નહોતી. મને ખબર ન હતી કે તેણે શું ખોટું કર્યું છે. અમારી વચ્ચે ખૂબ જ અંગત સંબંધ હતો. તે કોની સાથે સંકળાયેલો હતો મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.હું તેના સિવાય કોઈને મળી નથી.

2002 માં તેની ધરપકડ પછી, મોનિકાએ તેના જીવનના કડવો અનુભવો પર આધારિત એક પત્રમાં એક કવિતા લખી.’છોડી દે આખી દુનિયા કોઈના માટે તે મુનાસીબ નથી એ માણસ માટે પ્રેમથી પણ વધારે જરૂરી બહુ બધા કામ છે’,પ્રેમ બધું નથી જિંદગી માટે.

Patel Meet