રસ્તા ઉપર થયો રૂપિયાનો વરસાદ, 500-500ની નોટો હવામાં ઊડતી જોવા મળી, જાણો શું છે સમગ્ર મામલો

જો તમે રસ્તા ઉપર ચાલતા હોય અને અચાનક તમને 500-500ની નોટોનો વરસાદ થતો જોવા મળે તો ? કેવી હેરાની થઇ જાય. આપણે મોટાભાગે લગ્નમાં અને ડાયરા જેવા કાર્યક્રમોમાં લોકોને નોટોનો વરસાદ કરતા જોઈએ છીએ. પરંતુ રોડ ઉપર નોટોનો વરસાદ થવો થોડો અજીબ લાગે. પરંતુ હાલ આવી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હૈદરાબાદના ચારમિનારમાં એક વ્યક્તિ હવામાં ચલણી નોટો ઉડાવી રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એક શોભાયાત્રા દરમિયાન એક વ્યક્તિ રાતના અંધારામાં 500 રૂપિયાની નોટ હવામાં ફેંકી દે છે. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ આ વિચિત્ર ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ વીડિયો હવામાં નોટો ઉડાડતા વરઘોડાનો છે અને વ્યક્તિએ બે અલગ-અલગ પ્રસંગોએ 500 રૂપિયાની નોટોના બંડલ ઉડાવી દીધા હતા. વીડિયોમાં કાર અને મોટરસાઇકલનો કાફલો રાત્રે ગુલઝાર હૌઝ પર રોકાતો જોવા મળે છે. તે બધા કુર્તા અને શેરવાની પહેરેલા જોઈ શકાય છે, તેઓ એક વરઘોડાનો ભાગ હતા. તેમાંથી એક ગુંજતા ફુવારા તરફ ચાલે છે અને નોટોના બંડલને હવામાં ઉછાળે છે.

પૈસાનો વરસાદ થઈ રહ્યો હોવાના કારણે કેટલાક સ્થાનિક લોકો નોટો લેવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. ઘટના બાદ પોલીસ ફૂટેજની સત્યતાની તપાસ કરી રહી છે. ચારમિનારના નિરીક્ષક બી ગુરુ નાયડુએ જણાવ્યું હતું કે તેઓ લોકોની ઓળખ માટે વિસ્તારના સર્વેલન્સ કેમેરાના ફૂટેજની ચકાસણી કરી રહ્યા છે.

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતર્યો, નોટો ફેંકી અને ચાલ્યો ગયો. સીસીટીવી કેમેરાની મદદથી અમે ઘટનાની જાણકારી મેળવી રહ્યા છીએ. ચકાસણી બાદ યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ વીડિયોએ ઈન્ટરનેટ વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા અને ઘણા લોકો તે માણસને તેના બેજવાબદાર વર્તન માટે ઠપકો આપી રહ્યા છે.

Niraj Patel