જ્યોતિષ શાસ્ત્ર

આ છોડ ચુંબકની જેમ પૈસાને પોતાના તરફ ખેંચે છે, ધનવાન બનવા માટે તરત જ ઘરમાં લાવો

દરેક લોકોની ઈચ્છા હોય છે કે તેની પાસે અઢળક ધન-દૌલત હોય. તેના માટે તેઓ તનતોડ મહેનત પણ કરે છે પણ ઘણીવાર લોકોને પોતાની મહેનતનું ફળ નથી મળતું, જેટલું તેઓને મળવું જોઇએ. શાસ્ત્રોના આધારે કહેવામાં આવેલું છે કે ક્રાસુલાનો છોડ ઘનને પોતાના તરફ ખેંચવામાં ખુબ કારગર હોય છે. આવો તો તમને જણાવીએ આ છોડ વિશેની અમુક કે ખાસ વાતો અને મહત્વ.

Image Source

ક્રાસુલાને મની ટ્રી પણ કહેવામાં આવે છે. ફેંગશુઈમાં તેનું ખુબ જ મહત્વ જણાવવામાં આવેલું છે. કહેવામાં આવે છે કે આ છોડ ચુંબકની જેમ પૈસાને પોતાના તરફ ખેંચે છે.

Image Source

આ નાનો એવો મખમલી છોડ ઘેરા લીલા રંગનો હોય છે. તેના પાન પહોળા હોય છે અને તે ઘાસની જેમ ફેલાવદર હોય છે, જ્યા પણ તે હોય છે ચારે વબાજુ ફેલાતો જાય છે.

Image Source

છોડને લગાવવામાં વધારે મહેનતની જરૂર નથી પડતી. આ છોડ ખરીદીને કોઈ કુંડામાં કે જમીનમાં લગાવી દો, પછી તે પોતાની જાતે જ ફેલાતો રહેશે. તેને તડકા કે છાયામાં ગમે ત્યાં લગાવી શકાય છે.

Image Source

આ છોડ વિશેની માન્યતા છે કે તે સકારાત્મક ઉર્જા અને ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેને ઘરના મુખ્ય દરવાજા પાસે જમણી બાજુ લગાવવું શુભ માનવામાં આવેલું છે.

Image Source

આ છોડ લગાવ્યા પછી તેની વધારે દેખભાળ કરવાની પણ જરૂર નથી. છોડને રોજ પાણી આપવાની પણ કોઈ જ જરૂર નથી, તમે બે કે ત્રણ દિવસે પણ આ છોડને પાણી આપી શકો છો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ