પાકિસ્તાનમાં હવે થઇ રહી છે પૈસાની ખેતી? વાયરલ વીડિયોને જોઈ લોકો બોલ્યા, “હવે ભૂખમરો ખતમ થઇ જશે !”, જુઓ પ્રેન્ક વીડિયો

પાકિસ્તાનમાં થતી પૈસાની ખેતીના વીડિયો આવ્યા સામે, આ વ્યક્તિએ મૂળો કાપીને કાઢી નોટ, તો ગલકું કાપીને કાઢ્યું પરચુરણ… જુઓ પ્રેન્ક વીડિયો

ઇન્ટરનેટ પર લોકો આલગ અલગ પ્રકારના કન્ટેન્ટ બનાવતા હોય છે. ઘણા વીડિયો એવા પણ હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ઇન્સ્ટાગ્રામ પર જ્યારથી રીલ શરૂ થઇ છે ત્યારથી દુનિયાભરમાં લાખો કન્ટેન્ટ ક્રિએટર બની ગયા છે અને રોજ અલગ અલગ વિષયનોને લઈને વીડિયો પણ શેર કરતા રહે છે.

ત્યારે હાલ કેટલાક વીડિયો પાકિસ્તાની કન્ટેન્ટ ક્રિએટરો દ્વારા પણ બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનની ગરીબી હાલ કહી દુનિયામાં જગ જાહેર થઇ ગઈ છે. દુનિયાભરના દેશો તેને લોન આપીને થાકી ગયા છે, પરંતુ તેની ગરીબીનો અંત આવતો જણાતો નથી. પરંતુ હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લાગે છે કે પાકિસ્તાન હવે અમીર બનવા જઈ રહ્યું છે.

કારણ કે એવું લાગે છે કે ત્યાં પૈસાની ખેતી શરૂ થઈ ગઈ છે. જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ગુલામ ડોગર નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ત્યાં પૈસાની ખેતી થઈ રહી છે તે જોઈને તેણે પોતાના હેન્ડલ પર આવા ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ જમીનમાં ઉગેલા મૂળાને બહાર કાઢે છે અને તેમાંથી એક નોટ કાઢે છે.  નવાઈની વાત એ છે કે આને જોઈને એવું લાગે છે કે આ નોટ માત્ર મૂળામાં જ બનેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Ghulam Nabi Dogar (@dogar_offical07)

અન્ય વીડિયોમાં એક વ્યક્તિ ગલકું કાઢે છે અને જ્યારે તે તેને છરીથી કાપે છે ત્યારે અંદરથી સિક્કા બહાર આવે છે. એટલું જ નહીં તેમાંથી બીજી ઘણી કિંમતી વસ્તુઓ બહાર આવે છે, જેને બહાર કાઢીને લોકોને બતાવવામાં આવે છે. આ વીડિયો જોયા પછી પણ લોકો વિચારી રહ્યા છે કે આવું કેવી રીતે થઈ શકે.

 

View this post on Instagram

 

A post shared by Ghulam Nabi Dogar (@dogar_offical07)

આટલું જ નહીં, આ જ યુઝર્સ દ્વારા અન્ય એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તે અન્ય પાકની અંદરથી કેટલાક પૈસા ઉપાડતો જોવા મળી રહ્યો છે. આ તમામ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ તે વાયરલ થઈ ગયો હતો. લોકો મૂંઝવણમાં છે કે આ બધું કેવી રીતે થયું.

 

View this post on Instagram

 

A post shared by Ghulam Nabi Dogar (@dogar_offical07)

કેટલાક યુઝર્સનો દાવો છે કે આ વીડિયો એડિટ કરેલો છે, બીજી તરફ, કેટલાકનો દાવો છે કે આ તમામ નાણાં પાકમાં પહેલેથી જ છુપાવવામાં આવ્યા છે. ત્યારબાદ તેમનો વીડિયો બનાવવામાં આવ્યો છે. બાય ધ વે, આમાં સત્ય શું છે, તે સંશોધનનો વિષય છે. પરંતુ આ વીડિયો ચોક્કસપણે વાયરલ થઈ રહ્યો છે. ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel