ધાર્મિક-દુનિયા

બીમારીઓથી મુક્તિ મેળવવા માટે સોમવારે બધું જ કામ છોડીને જરૂર કરો આ ઉપાય

જો કે રોજ ભગવાનની પૂજા કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે પણ સોમવારનો દિવસ ભગવાન શિવ માટે ખુબ જ ખાસ હોય છે. શાસ્ત્રોના આધારે માંન્યતા છે કે જો સોમવારે સાચા મનથી ભોળાનાથની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની મનની ઈચ્છા પુરી થઇ જાય છે. આ સિવાય ભગવાન શિવ પોતાના ભક્તો પર સુખ સમૃદ્ધિનો વરસાદ કરે છે.

Image Source

ભગવાન શિવને સૌથી જલ્દી પ્રસન્ન થનારા દેવતા માનવામાં આવે છે. માન્યતા છે કે સોમવારે અમુક એવા ઉપાયો કરવામાં આવે તો તેનાથી રોગોથી છુંટકારો મળી શકે છે. આવો તો જાણીએ ક્યાં ઉપાયો કરવાથી આપણને આરોગ્ય પ્રદાન થઇ શકે છે.

Image Source

1. સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગનું દૂધ અને કાળા તલથી અભિષેક કરો, તેનાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

Image Source

2. ભગવાન શિવનું અભિષેક કરતી વખતે ધ્યાન રાખો કે તાંબાના વાસણનો ઉપીયોગ ન કરવો જોઈએ. તાંબા સિવાય તમેં બીજા ગમે તે વાસણનો ઉપીયોગ કરી શકો છો.

Image Source

3. ધ્યાન રાખો કે ભોળાનાથનો અભિષેક કરતી વખતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનું ન ભૂલો.
મંત્ર: ऊँ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्‌।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्‌

Image Source

4. શિવજીનો અભિષેક કર્યા પછી ભગવાન સામે રોગના નિવારણ માટે પ્રાર્થના કરો. આવું કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર હંમેશા બની રહેશે અને તમે રોગ મુક્ત થઇ જશો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ