દેશી બાલા મોનાલિસાનો બદલાયેલો અંદાજ, ઓરેન્જ ડિપનેક ટોપ અને શોર્ટ સ્કર્ટમાં બતાવી એવી બોલ્ડ અદાઓ કે લટ્ટુ થયા ચાહકો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાની હોટ અને બોલ્ડ અદાઓ માટે જાણિતી છે. તે ટીવી અને ભોજપુરીની ટોપ હિરોઇનોમાં સામેલ છે. તે ચાહકો વચ્ચે ફિલ્મો અને ટીવી સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે અવાર નવાર તેની બોલ્ડ તસવીરો અને કેટલાક વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

ત્યારે હવે મોનાલિસાએ તેની કેટલીક નવી તસવીરો શેર કરી છે, જેને કારણે તે ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. મોનાલિસાએ રિવીલિંગ ડ્રેસમાં તસવીરો શેર કરી હતી. જેમાં તે ઓરેન્જ ડીપ નેક ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી છે. મોનાલિસાનો આ લુક જોતા જ બની રહ્યો છે અને ચાહકો તો તેના પરથી નજર જ નથી હટાવી શકતા.

 

View this post on Instagram

 

A post shared by Streaming H☕t 2.O (@tellystreaming)

અંતરા બિસ્વાસ ઉર્ફ મોનાલિસાએ આ ડ્રેસમાં સિઝલિંગ અદાઓ બતાવી છે. મોનાલિસાની આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ વાયરલ થઇ ગઇ. મોનાલિસાના લુકની વાત કરીએ તો, તેણે ઓરેન્જ ક્રોપ ટોપ અને સ્કર્ટ સાથે ગળામાં એક નેકલેસ ચેન કેરી કરી છે, જેના પર બધાની નજર અટકી ગઇ છે. આને લઇને લોકો ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nawabjadez (@nawabjadez)

આ લુક સાથે મોનાલિસાએ તેનો મેકઅપ પણ લાઇટ રાખ્યો છે અને લાઇટ લિપશેડ લગાવી વાળને સ્ટ્રેટ કરી વચ્ચેથી પાર્ટિશન આપ્યુ છે. મોનાલિસાની આ તસવીર પર એક યુઝરે લખ્યુ- હું તો ચેન જોઇ શોક્ડ છું. બીજાએ લખ્યુ- આજે દિવસભરની સૌથી સારી તસવીરો. ઘણા લોકો મોનાલિસાની તસવીરો પર અલગ અલગ કમેન્ટ્સ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by bollywoodpep (@bollywoodpep)

મોનાલિસાનો આ બદલાયેલો અંદાજ ચાહકો ઘણો પસંદ કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 100 જેટલી ફિલ્મોમાં કામ કર્યુ છે.તે માત્ર ભોજપુરી જ નહિ પણ તમિલ, તેલુગુ, ઉડિયા, મલયાલમ સહિત અનેક ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

મોનાલિસા હિંદી ટેલિવિઝન પર પણ પોતાની અદાકારી બતાવી ચૂકી છે. મોનાલિસાએ એકતા કપૂરના નાગિન, બિગબોસ, સ્માર્ટ જોડી સહિત ઘણી સીરિયલમાં કામ કર્યુ છે. હાલમાં તે ફવ્વારા ચોક જેવા શોમાં જોવા મળી રહી છે.

Shah Jina