ખેલ જગત વાયરલ

પાકિસ્તાનની હાર બાદ સ્ટેન્ડમાં રડી રડીને અડધો થઇ ગયો “ઓ ભાઈ મારો મુજે..” વાળો વાયરલ યુવક, જુઓ હાર બાદ આવી થઇ હાલત ખરાબ

ગઈકાલે ટી-20 વર્લ્ડ કપના સેમિ ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો, ઓસ્ટ્રેલિયાની ટીમ દ્વારા છેલ્લી ઓવરમાં વિસ્ફોટક બેટિંગ કરી અને પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડ્યો. પાકિસ્તાનની હાર બાદ તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. પાકિસ્તાનને સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો.

પાકિસ્તાનની આ હાર બાદ કરોડો પાકિસ્તાની ચાહકોના દિલ તૂટી ગયા. એવો જ એક પ્રસંશક હતો મોમીન શાકિબ. જેનો પણ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મોમીન એજ વ્યક્તિ છે જેનો વીડિયો એક સમયે ખુબ જ વાયરલ થયો હતો. 2019ના વર્લ્ડ કપમાં ભારત સામેની હાર બાદ તે “ઓ ભાઈ મારો… મુજે મારો…” ક્હેતો જોવા મળી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Momin Saqib (@mominsaqib)


મોમીન શાકિબના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, જેમાં એક વીડિયો ભારત પાકિસ્તાનની મેચ દરમિયાનનો છે. જેમાં પાકિસ્તાન જીતવાની સાથે જ તે ખુબ જ ખુશ જોવા મળ્યો હતો. મોમીન ચાલુ મેચ દરમિયાન જયારે પાકિસ્તાન જીત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ખુશી મનાવતો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન તે પાકિસ્તાનનો ઝંડો હાથમાં લઈને જીતી ગયા જીતી ગયા એમ પણ કહેતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Momin Saqib (@mominsaqib)


ત્યારે હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં પાકિસ્તાનની હાર બાદ મોમીન સ્ટેડિયમમાં નિરાશ બેઠેલો જોવા મળી રહ્યો છે. શાકિબે આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે “મારુ ઘરે જવાનું દિલ નથી કરતું. મેચ હાર્યા છે તો દુઃખ તો થવાનું જ છે ને. પરંતુ બહુ જ સારી ક્રિકેટ રમ્યા છે છોકરાઓ. બેક ટુ બેક મેચ જીતાડ્યા છે. મને તેમનાથી કોઈ ફરિયાદ નથી. બહુ જ સારી ક્રિકેટ રમ્યા છે આ બધા. આ અમારા ચેમ્પિયન છે. જેને અમે લોકો પ્રેમ કરીએ છીએ. આજની મેચ પણ આપણે સારી રમ્યા. જીતી જતા તો સારું હતું. પરંતુ આપણે તેમને પ્રેમ કરીએ છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Momin Saqib (@mominsaqib)

તો અન્ય એક વીડિયોની અંદર શાકિબ સ્ટેન્ડમાં જ નીચે બેઠેલો જોવા મળે છે. આ દરમિયાન પાકિસ્તાનની હારનું દુઃખ પણ તેના ચહેરા ઉપર દેખાય છે અને તે રડતો પણ જોવા મળી રહ્યો છે, તેને એક ભાઈ આવી અને ખેંચીને લઇ જતો પણ જોઈ શકાય છે. આ વીડિયોની અંદર બેક ગ્રાઉન્ડમાં બોલીવુડની ફીલ “હમારી અધૂરી કહાની”નું ટાઇટલ સોન્ગ વાગતું પણ સંભળાય છે.