ઇંગ્લેન્ડ સામે ફાઇનલમાં ભૂંડી હાર બાદ “ઓ ભાઈ મારો મુજે” વાળા પાકિસ્તાનીએ તેમની જ ટીમના લોકોને સંભળાવ્યું એવું કે વીડિયો જોઈને તમે પણ….

પાકિસ્તાનની હાર પર નારાજ થયો પાકિસ્તાનનો આ ફેમસ કટ્ટર ચાહક, એવા એવા વીડિયો શેર કર્યા કે જોઈને તમે પણ હેરાન રહી જશો

ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ પૂર્ણ થઇ ગઈ અને ઇંગ્લેન્ડે ભારત અને પાકિસ્તાન બંનેની આશાઓ પર પાણી ફેરવી દીધું. સેમી ફાઇનલમાં ભારતને 10 વિકેટે હરાવ્યા બાદ ફાઇનલમાં પાકિસ્તાનને પણ 5 વિકેટે હરાવી વર્લ્ડ કપ પોતાના નામે કરી દીધો. ત્યારે હવે પાકિસ્તાનની હાર બાદ ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

પાકિસ્તાનની હાર બાદ ચાહકો પણ ખુબ જ દુઃખી છે, ત્યારે “ઓ ભાઈ મારો મુજે” વાળા મોમીન શાકિબ પણ તેના દેશની હાર બાદ આઘાતમાં છે અને તેના સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં મોમીનને હાર બાદ તેના સાથીઓ તેને હિંમત આપતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ મોમિને આ વીડિયોમાં કહ્યું હતું કે ‘હાર તો ગયે હૈ ના’.

 

View this post on Instagram

 

A post shared by Momin Saqib (@mominsaqib)

આ વીડિયોમાં મોમીન એટલો ભાવુક દેખાઈ રહ્યો છે કે તેની આંખોમાંથી આંસુ આવી રહ્યા છે. મોમીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો અન્ય એક વીડિયોમાં મોમીન ગુસ્સામાં કહે છે “બસ 1992ની જીત સાથે સરખામણી કરો. હમણાં જ હારી ગયા. તે વાતને 30 વર્ષ વીતી ગયા છે.”

 

View this post on Instagram

 

A post shared by Momin Saqib (@mominsaqib)

અન્ય એક વીડિયોમાં મોમિન સાકિબ ખૂબ જ ભાવુક દેખાતો હતો. તેની આંખો ભીની દેખાઈ. તેણે કહ્યું- “જ્યારે નસીબ સૂતા હોય ત્યારે મેચ જોવાનો શું ફાયદો. મને પણ ઊંઘવા દો.તેમણે અગાઉની મેચોમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન માટે પણ ટીકા કરી હતી. જોકે, અંતે તે પોતાની ટીમને સપોર્ટ કરતો પણ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Momin Saqib (@mominsaqib)

તમને જણાવી દઈએ કે મેલબોર્નમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. બેન સ્ટોક્સ અને મોઈન અલીની શાનદાર ઈનિંગ્સના આધારે ઈંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 137 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 19 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે 52 રનની અણનમ ઈનિંગ રમી હતી.

Niraj Patel