સૂરજ અને મોમિન ખાતૂનની લવ સ્ટોરી ! 2 વર્ષ પહેલા શરૂ થયેલા પ્રેમથી લઇને મુસ્લિમ યુવતિના મંદિરમાં લગ્ન કરવા સુધી

મહોબ્બમાં તૂટી ધર્મની દિવાલ ! મુસ્લિમ યુવતિએ મંદિરમાં હિંદુ પ્રેમીને પહેરાવી વરમાળા…તસવીરો જુઓ કેવા ખુશખુશાલ છે

કહેવાય છે કે પ્રેમ કાળો-ધોળો રંગ નથી જોતો, ના તો જાતિ-ધર્મ જુએ છે. જમાનો કેટલી પણ કોશિશ કરે, ઇશ્ક તેની મંજિલ મેળવી જ લે છે. ઇતિહાસ ગવાહ છે કે ક્યારેય પ્રેમે કોઇ બંદિશને નથી માન્યો અને એ પણ સાચુ છે કે ઇશ્કનો પરવાન ચઢે તો માણસને જાતિ-ધર્મની દિવાલ પણ રોકી શકતી નથી. આવો જ એક મામલો સામે આવ્યો છે ઉત્તરપ્રદેશના આજમગઢ શહેરમાંથી. જ્યાં બે વર્ષથી પ્રેમમાં પડેલા એક પ્રેમી જોડાએ ધર્મની દિવાલ તોડી પોતાના પ્રેમને લગ્નના બંધન સુધી પહોંચાડ્યો.

આ પ્રેમી જોડાએ મંદિરમાં હિંદુ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. છોકરીનું નામ મોમિન ખાતૂન છે, જે મુસ્લિમ સમાજથી આવે છે. જ્યારે છોકરો સૂરજ હિંદુ ધર્મનો છે. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રહેતા સૂરજ અને મોમીન ખાતૂન બે વર્ષથી પ્રેમમાં હતા. બે વર્ષ પહેલા આઝમગઢના અત્રૌલિયા વિસ્તારના ખાનપુર ફતેહ ગામમાં રહેતા સૂરજને હૈદરપુર ખાસ ગામની મોમીન ખાતૂન નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થયો હતો. બંનેનો પ્રેમ એટલો બધો વધી ગયો કે બંનેએ સાથે જીવવાની અને મરવાની કસમ ખાધી.

બે વર્ષ સુધી બંને સમયાંતરે મળતા રહ્યાં. તેમના પ્રેમમાં સૌથી મોટો અવરોધ ધર્મ હતો. સૂરજ અને મોમિન ખાતૂન બંને અલગ-અલગ ધર્મના હતા, શરૂઆતમાં પરિવારના સભ્યો અડચણરૂપ બન્યા, પરંતુ બંનેના અદમ્ય ઇરાદા સામે કોઈ આવ્યું નહીં અને પરિવારના સભ્યો પણ આ યુગલને લગ્ન કરતા રોકી શક્યા નહીં. ઘણી લડાઈ પછી, સૂરજ અને મોમિને 13 જુલાઈના રોજ અત્રૌલિયાના સમો માતા મંદિર સંકુલમાં હિંદુ વિધિ મુજબ લગ્ન કર્યા.

આ લગ્ન પહેલા મુસ્લિમ મોમિન ખાતૂને હિંદુ ધર્મ અપનાવ્યો અને તેના પ્રેમીના ગળામાં વરમાળા પહેરાવી. કહેવાય છે કે પ્રેમીના પરિવારજનોને આ પ્રેમ સામે કોઈ વાંધો નહોતો, જ્યારે યુવતીના પરિવારજનોએ ધર્મના કારણે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ યુવતી એ વાત પર મક્કમ હતી કે તે પોતે હિન્દુ ધર્મ અપનાવશે અને તેના પ્રેમી સૂરજ સાથે લગ્ન કરશે. આ લગ્નની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ઘણી થઇ હતી. લગ્નની ખાસ વાત એ હતી

કે સૂરજ અને મોમીન ખાતૂનને જીવનની નવી શરૂઆતની શુભકામના આપવા માટે પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. પરિવારે નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ લગ્ન બાદ મુસ્લિમ યુવતી મોમીન અને હિન્દુ યુવક સૂરજને એક ખાસ સમુદાયના સંગઠન તરફથી ધમકી આપવામાં આવી રહી છે. પરંતુ આ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મહાસચિવ ગૌરવ સિંહે દંપતીની સુરક્ષાની જવાબદારી લીધી છે.

Shah Jina