ખબર

અમદાવાદ : હું તને જ્યારે પણ બોલાવું ત્યારે તારે આવી જવાનું, જો કોઇ બહાનું કાઢ્યુ તો, એવું કહીને સગીરા સાથે…

વહાલી દીકરીઓના માં-બાપ સાવધાન: અમદાવાદમાં સ્કૂલમાં ભણતા હતા ત્યારથી ‘પ્રેમ’માં પડેલા હતા, બોયફ્રેન્ડે સગીરાને હોટેલમાં લઇ ગયો પછી થયો ખતરનાક ક્રાઇમ…

ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ અને સગીરાઓ પર દુષ્કર્મના અનેક ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચરાવમાં આવતુ હોય છે. તો ઘણીવાર બ્લેકમેઇલ કરી કોઇ યુવતિ કે સગીરાને નરાધમ પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સગીરા સાથે જે ઘટના બની તે શાળા-કોલેજમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થિનીઓ માટે લાલબત્તી સમાન છે. સગીરાને સ્કુલમાં એક વિદ્યાર્થી સાથે પ્રેમ થઇ ગયો હતો (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અને તેણે સગીરા સાથે સંબંધ પણ બાંધ્યા હતા. આ દરમિયાન નરાધમે સગીરાના ફોટા અને વીડિયો ક્લિક કરી લીધા, જે બાદ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી સંબંધ બાંધવા અવાર નવાર બ્લેકમેઇલ કરતો. જો કે, વારંવારની ઘમકીઓથી કંટાળી સગીરાએ મળવાની ના પાડી અને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપતા સગીરાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પ્રતિકાત્મક તસવીર

આરોપી લોકડાઉનમાં કોઈ બહાર પણ ન નીકળી શકતુ ત્યારે તે સગીરાને ફોન કરી વીડિયો કોલમાં કપડા ઉતારવા માટે દબાણ કરતો અને યાતનાઓથી કંટાળી સગીરાએ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. હાલ તો ઈસનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઈસનપુરમાં રહેતી 21 વર્ષીય યુવતિ 2018માં શાળામાં અભ્યાસ કરતી હતી તે સમયે તેના ક્લાસમાં જીગ્નેશ મકવાણા નામનો વિદ્યાર્થી પણ હતો. શાળામાં જ બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી સાથે સમય પસાર કરતા કરતા

અને હરતા-ફરતા બંનેએ ઘણા ફોટા પડાવ્યા હતા. એક દિવસ જ્યારે જીગ્નેશ ઘરે એકલો હતો ત્યારે તેણે સગીરાને બોલાવી અને સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન જીગ્નેશે વીડિયો ઉતારી લીધો અને થોડા સમય પછી આ વીડિયો અને બિભત્સ તસવીરો બતાવીને તેણે સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ. તેણે સગીરાને ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતું. તેણે સગીરાને ધમકી આપી હતી કે, હું તને જ્યારે પણ બોલાવું ત્યારે તારે આવી જવાનું.

જો તુ કોઈ બહાનું કાઢીશ તો તારા વીડિયો હું વાયરલ કરી નાખીશ.તેના જન્મદિવસે પણ જીગ્નેશે ફરી એકવાર ધમકી આપીને હોટલમાં બોલાવી અને દુષ્કર્મ આચર્યુ.વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતુ અને કોઇ બહાર પણ નીકળી શકતુ ન હોતુ, જેના કારણે આ બંનેની મુલાકાત પણ બંધ થઈ ગઈ હતી. ત્યારે આરોપી અને વિકૃત યુવક સગીરા પાસે કપડા વગર વીડિયો કોલ કરાવતો અને સ્ક્રીનશોટ લઈ લેતો. તે સ્ક્રીન રેકોર્ડિંગ ફીચરનો ઉપયોગ કરીને વીડિયો પણ સેવ કરતો.