રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગ એટલી ડેન્જર હતી કે, અનેક લોકોની લાશ રાખમાં ફેરવાઈ ગઈ છે. અમુક માણસોની લાશ ઓળખી પણ શકાતી નથી. આ લાશ હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ બાદ ઓળખાણ થશે. આગની આ ઘટનામાં અનેક માતા-પિતા પોતાના બાળકોને શોધી રહ્યા છે.
માતાઓ પોતાના વ્હાલસોયાના શોધવા માટે ધ્રૂસકેને ધ્રૂસકે રડી રહી છે. હાલ આ ઘટનાસ્થળ બહાર કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે તક્ષશિલા અગ્નિ કાંડમાં પણ ક્લાસીસમાં મૂકવામાં આવેલા રબરના ટાયરોના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
તેમજ રાજકોટના ગેમ ઝોનમાં પણ મોટાભાગની વસ્તુઓ રબરની હોવાથી આગે વિકરણ રૂપ ધારણ કર્યું હોવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે અત્યાધુનિક ઇક્વિમેન્ટ્સ સાથેની ઇનડોર અને આઉટડોર ગેમ્સ ધરાવતા ગેમ ઝોન સાથેની પબ્લિસિટી કરવામાં આવી હતી.
આજે ઉનાળાના વેકેશનની સાથે વિકેન્ડ પણ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો શનિવારે ગેમ ઝોનમાં મજા માણવા પહોંચ્યા હતા.આ વચ્ચે ગેમઝોનમાં અચાનક ભભૂકી ઉઠેલી આગને કારણે અફરાતફરી મચી જવા પામી.આસપાસના વિસ્તારમાં ફરી વળેલા ધુમાડાના ગોટાઓએ ભયાનક દૃશ્ય સર્જયા હતા.
રાજકોટના TRP ગેમઝોનમાં ફાટી નીકળેલી આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા આ ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. સોર્સ: દિવ્યભાસ્કર